News of Wednesday, 25th February 2026
પોરબંદરમાં પૂ. ભાઇશ્રીના સાનિધ્યમાં મેઘ ધનુષ્યના ૭ રંગ સમાન સંસ્કૃતિ સત્રો
સાંદીપની ખાતે સાત દિવસના સંસ્કૃતિ સત્રોનાં પ્રથમ દિવસે પૂર્વ કેન્દ્રીય શિક્ષા મંત્રી ડો. રમેશ પોખરિયાલ અતિથિ વિશેષપદે ઉપસ્થિત રહેશેઃ સાહિત્યના વિવિધ વિષયો ઉપર વિદ્વાન સાહિત્યકારો અને લેખકોના ઉદ્્બોધનોનું આયોજન

પોરબંદર તા. રપ :.. સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં મેઘધનુષ્યના સાત રંગો સમાન સાત સત્રોમાં સંસ્કળતિ ચિંતનસત્રનું આયોજન કરેલ છે આ સંસ્કળતિ ચિંતનના સત્રના પ્રારંભિક સત્રમાં ભારત સરકારના શિક્ષા મંત્રાલયના પૂર્વ શિક્ષામંત્રી માનનીય ડો.રમેશજી પોખરિયાલ ‘નિશંક' અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
સાંદીપનિ વિદ્યાનિકેતન પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં હોળી-ધૂળેટી ઉત્સવના પૂર્વે સંસ્કળતિ ચિંતન સત્ર અંતર્ગત યોજાતી સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠિનું પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ તા.૧ થી ૨ માર્ચ દરમ્યાન સાત સત્રોમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાહિત્યના અલગ-અલગ વિષયો પર ગુજરાતના પ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકારો/લેખકો ઉદબોધન કરશે.
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં તારીખ ૧લી અને ૨જી માર્ચ દરમ્યાન સંસ્કળતિ ચિંતન અંતર્ગત સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠીનું સાત સત્રોમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ ૧ માર્ચ રવિવારે જ્ઞાનગોષ્ઠીના પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં સવારે ૧૦ થી ૧૧-૪૫ દરમ્યાન ઉદ્ધાટનસત્ર યોજાશે. ઉદ્ધાટનસત્રના પ્રારંભે પૂર્વ આઈ. એ. એસ. તેમજ જાણીતા સાહિત્યવિદ્ શ્રી ભાગ્યેશભાઇ જહા કાર્યક્રમની ભૂમિકા પ્રસ્તુત કરશે. સંસ્કળતિ ચિંતનના ઉદ્ધાટનસત્રમાં ભારત સરકારના શિક્ષા મંત્રાલયના પૂર્વ શિક્ષામંત્રી આદરણીય ડો.રમેશ પોખરિયાલજી‘નિશંક' અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે તેમજ સંબોધન આપશે. આ સત્રના મુખ્ય વક્તા તરીકે ખુબજ પ્રખ્યાત ચિંતક, ધ ઓર્ગેનાઈઝરના લેખક અને એડિટર આદરણીય શ્રી ફુલ્લ કેતકર ઉપસ્થિત રહીને ઉદ્વોધન આપશે. આ સત્રના અંતે પૂજ્ય ભાઈશ્રી પ્રસંગોચિત આશીર્વચન આપશે. આ સત્રનું સમન્વયન સુ.શ્રી નિયતિ અંતાણી હરદ્વાર ગોસ્વામી કરશે.
બીજું સત્ર - સરવૈયું બને ઘડવૈયું (પહેલી પચ્ચીસીનો સાંસ્કળતિક સંદર્ભ)
પ્રથમ દિવસના બીજું સત્ર ૧૨ થી ૧ દરમ્યાન યોજાશે. સરવૈયું બને ઘડવૈયું (પહેલી પચ્ચીસીનો સાંસ્કળતિક સંદર્ભ) આ મુખ્ય વિષયને લઈને મણિલાલ હ.પટેલ દ્વારા કવિતા, રમેશ મહેતા દ્વારા નિબંધ, શ્રી હસિત મહેતા દ્વારા ગદ્ય-નાટક- વિવેચનની પ્રસ્તુતિ થશે. સત્રનું સંચાલન શ્રી નિસર્ગ આહીર દ્વારા થશે.
ત્રીજું સત્ર - નુતન પંથપ્રવાસી GenZ -સાહિત્યમાં
પ્રથમ દિવસના અપરાホ સમયે ૩-૩૦ થી ૫ દરમ્યાન ત્રીજું સત્ર યોજાશે. જેમાં નૂતન પંથપ્રવાસી GenZ -સાહિત્ય આ મુખ્ય વિષયને લઈને શ્રી રામ મોરી દ્વારા ફિલ્મ, શ્રી RJ દેવકી દ્વારા અભિનય અને શ્રી અજય સોની દ્વારા વાર્તાની રજૂઆત થશે. સત્રનું સમન્વયન શ્રી કેતન જોષી દ્વારા કરવામાં આવશે.
ચોથું સત્રમાં - કાવ્ય ગોષ્ઠી ત્રીજા સમાપન બાદ સાંજના ૫ થી ૬-૩૦ દરમ્યાન ચોથા સત્રમાં કાવ્ય ગોષ્ઠી સંપન્ન થશે. જેમાં ગુજરાતના ખ્યાતનામ કવિઓ જેવા કે સુ.શ્રી ઉષા ઉપાધ્યાય, શ્રી તોહલ જોષી દ્વારા, શ્રી કિરણસિંહ ચૌહાણ, શ્રી સુરેશ ઝવેરી, શ્રી પ્રતાપસિંહ ડાભી, શ્રી હરદ્વાર ગોસ્વામી, શ્રી અનિલ ચાવડા, શ્રી હિતેન આનંદપરા, શ્રી દર્શક આચાર્ય તથા શ્રી અર્જુન દવે દ્વારા સાહિત્યના રસથી ભરપુર કાવ્યો/રચનાઓની પ્રસ્તુતિ થશે. આ સત્રનું સંયોજન શ્રી હરીશ શાહ દ્વારા કરવામાં આવશે. ચોથા સત્રના સમાપન બાદ સાંજે ૭ વાગ્યે શ્રીહરિ મંદિરમાં સાયં આરતી સંપન્ન થશે.
પાંચમું સત્ર - કથા કથનમાં
રાત્રે ૮-૩૦ થી ૧૦ દરમ્યાન પાંચમાં સત્ર કથા કથનમાં મુંબઈના સુપ્રસિદ્ધ કલાકારો શ્રી મેહુલ બુચ, સુ.શ્રી વૈશાલી ત્રિવેદી, સુ.શ્રી કિરણ બુચ, શ્રી પરેશ વોરા તથા શ્રી હેમાક્ષ વૈષ્ણવ દ્વારા ગુજરાતી વાર્તાઓની પ્રસ્તુતિ થશે. આ સત્રનું સંચાલન શ્રી હિતેન આનંદપરા દ્વારા કરવામાં આવશે.
છઠ્ઠું સત્ર - વળક્ષમાં બીજ તું....સ્વશોધ અને સાહિત્યમાં સાહિત્યિક વાર્ષિક જ્ઞાનગોષ્ઠીના બીજા દિવસે તા.૦૨-૦૩-૨૦૨૬, સોમવારના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમ્યાન છઠ્ઠું સત્ર સંપન્ન થશે. જેમાં વળક્ષમાં બીજ તું... સ્વશોધ અને સાહિત્ય આ વિષયને કેન્દ્રમાં રાખીને શ્રી ભદ્રાયુ વચ્છરાજાની દ્વારા અધ્યાત્મ, ડો.પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા મેનેજમેન્ટ, ડો.જયેન્દ્રસિંહ જાદવ દ્વારા શિક્ષણ, શ્રી કનું પટેલ દ્વારા કલા અને શ્રી ઓજસ હિરાણી દ્વારા સ્થાપત્ય પર વક્તવ્યની પ્રસ્તુતિ થશે.
સાતમું સત્ર અને સમાપન અને સત્કાર સમારંભમાં
પૂજ્ય ભાઈશ્રીની પાવન ઉપસ્થિતિમાં સાતમાં સત્રમાં બપોરે ૧૨ થી ૧ દરમ્યાન સમાપન અને સત્કાર સમારોહ સંપન્ન થશે. જેમાં સંસ્કળતિ ચિંતન સત્રના સંયોજક ડો.ભાગ્યેશ જહા સમાપન સત્રની ભૂમિકા પ્રસ્તુત કરશે.. વિશેષતઃ સત્રમાં પૂજ્ય ભાઈશ્રી તથા મહાનુભાવોના કરકમલો દ્વારા સુ.શ્રી હિમા યાજ્ઞિકને સાંદીપનિ સારસ્વત એવોર્ડ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ પૂજ્ય ભાઈશ્રી દ્વારા સંસ્કળતિ ચિંતન સત્રને લઈને શુભાશિષ પાઠવશે. આ સમાપન સત્રનું સંયોજન શ્રી અશ્વિન આણદાણી દ્વારા કરવામાં આવશે.
સંસ્કળતિ ચિંતનના મનોરથી તરીકે શ્રી તુષાર જાની ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ સેવા આપશે. પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં હોળી-ધૂળેટી રંગોત્સવના પૂર્વે આયોજિત સંસ્કળતિ ચિંતન અંતર્ગત સાહિત્યિક વાર્ષિક જ્ઞાનગોષ્ઠીમાં મેઘધનુષ્યના સાત રંગો સમાન સાત સત્રોમાં પ્રસિદ્ધ સાહિત્યકારો દ્વારા પ્રસ્તુત થનાર સાહિત્યિક રંગોત્સવને માણવા માટે સાંદીપનિ પરિવાર દ્વારા આપ સૌ ભાવિકોને નિમંત્રણ એક યાદીમાં અપાયું છે.
પરેશ પારેખ
પોરબંદર
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
