તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
કચ્છના રાપરના ભીમાસર ગામેથી બે થી અઢી એકર જમીનમાં ગાંજાનું વાવેતર ઝડપાયું
કમર સમા ગાંજાનો પાક જોવા મળ્યો : કચ્છ બોર્ડર રેન્જ આઇજી પોલીસ હેઠળના સાયબર સેલ દ્વારા દરોડો : ત્રણ શખ્સો દ્વારા વાવેતર કરાયું હોવાનું ખુલ્યું

રાજકોટ તા.૨૫ : કચ્છના રાપરના ભીમાસર ગામેથી બે થી અઢી એકર જમીનમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે.
કમર સમા ગાંજાનો પાક જોવા મળ્યો હતો દરોડાની કાર્યવાહી હજી ચાલુ છે. કરોડોની કિંમત હોવાનું અનુમાન છે. કચ્છ બોર્ડર રેન્જ આઇજી પોલીસ હેઠળના સાયબર સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે ત્રણ શખ્સો દ્વારા વાવેતર કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે, પોલીસની કાર્યવાહી ચાલુ હોઇ વધુ માહિતી સત્તાવાર વિગતો બાદ મળી શકશે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
