તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 25th February 2026
ચલ યાર ધક્કા માર સુરેન્દ્રનગર સ્ટેન્ડમાં એસટી બસ ખોટકાતા મુસાફરોએ ધક્કો મારી ચાલુ કરી

વઢવાણઃ સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ ની અંદર જ રાજકોટ થી આવતી અને વિરમગામ જતી એસટી બસ અચાનક બંધ પડી જતા એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરોને ધક્કો મારવો પડ્યો હતો અને મહા મહેનત અને મુસીબત બાદ આ બસ ચાલુ થઈ હતી ત્યારે પેસેન્જરોમાં પણ પલવાર ફફડાટ ફેલાયો હતો કે આ એસટી બસ અધવચ્ચે તો નહીં રહે ને અને વિરમગામ સુધી મુસાફરોને પહોંચાડશે કે કેમ એ પ્રશ્ન મુસાફરોના મનમાં મૂંઝવણ પેદા કરી હતી ત્યારે સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં રાજકોટ વિરમગામ બસમાં હાથી મેરે સાથીના ચલ યાર ધક્કા માર સૂત્ર સાથે બસ ને ધક્કો મારી અને મહામુસીબતે ચાલુ કરી હતી.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
