News of Wednesday, 25th February 2026
માળીયા મિંયાણાના વવાણીયામાં દૂધ લેવા નીકળેલા વૃધ્ધાને ખૂંટીયાએ ઢીંકે ચડાવ્યા
રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજાઃ સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૫: શેરીમાં રોડ પર રખડતાં ખૂંટીયાઓ અવાર-નવાર લોકો માટે જોખમી બની રહ્યા છે. ગઇકાલે પડધરીમાં એક વૃધ્ધ ઘરની બહાર અવાજ થતાં જોવા માટે બહાર નીકળ્યા ત્યાં જ બાખડી રહેલા ખૂંટીયા તેમની માથે આવી જતાં ગંભીર ઇજા થઇ હતી. ત્યાં હવે માળીયા મિંયાણાના વવાણીયા ગામે દૂધ લેવા જઇ રહેલા વૃધ્ધાને ખૂંટીયાએ ઢીંકે ચડાવી રોડ પર પછાડી દેતાં ગંભીર ઇજા પહોંચી છે.
વવાણીયા ગામે રહેતાં ગંગાબેન શંકરભાઇ પારઘી (ઉ.વ.૭૦) સાંજે ચારેક વાગ્યે ઘરેથી ચાલીને નજીકમાં દૂધ લેવા જઇ રહ્યા હતાં ત્યારે અચાનક ખૂંટીયો દોડી આવ્યો હતો અને તેમને ઢીંકી મારી રોડ પર પછાડી દેતાં દેકારો મચી ગયો હતો. લોકોએ ભેગા થઇ વૃધ્ધાને બચાવ્યા હતાં. તેમને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માળીયા પોલીસને જાણ કરી હતી. વૃધ્ધાને સંતાનમાં એક દિકરી છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
