News of Wednesday, 25th February 2026
કચ્છ યુનિવર્સિટીમાં કોમર્સ વિભાગ દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય સ્તરના વર્કશોપ દ્વારા સંશોધક નાં જ્ઞાનમાં અભિવૃદ્ધિ સાથે સમાપન
વર્કશોપમાં કોમર્સ, મેનેજમેન્ટ અને સોશિયલ સાયન્સ સહિત વિધાશાખાના રાજ્ય તેમજ રાજ્ય બહારની વિવિધ યુનિવર્સિટીઓના પ્રાધ્યાપકો, સંશોધક વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ઉપસ્થિતી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન તથા ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર અને કે.એસ.કે.વી.કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનાં કોમર્સ વિભાગ દ્વારા તારીખ 23-24 ફેબ્રુઆરી 2026 દરમિયાન “ રિસર્ચ મેથડોલોજી ઇન કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોન્સેપ્ટ, ટુલ્સ એન્ડ એપ્લિકેશન ” વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સ્તરના વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપનાં ઉદ્ઘાટન સમારોહ ડો. મોહન પટેલ કુલપતિશ્રી, કચ્છ યુનિવર્સિટી ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ઉદ્ઘાટન સમારોહ ચેરપર્સન પ્રોફેસર. ડૉ. એસ. જે. પરમાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ હતા. રાષ્ટ્રીય સ્તરના આ વર્કશોપમાં નિષ્ણાત તરીકે 1.પ્રોફે. (ડૉ.) એસ. જે. પરમાર કોમર્સ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ 2. પ્રોફે. ડૉ. અશ્વિન સોલંકી કોમર્સ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ 3. પ્રોફે.ડૉ. ચિંતન રાજાણી આર.કે. યુનિવર્સિટી, રાજકોટ 4. પ્રોફે. (ડૉ.) ભાવેશ વણપરિયા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ 5. પ્રોફે. (ડૉ.) નોયલ દલીવાલા બી.કે સ્કૂલ ઓફ પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ 6. ડો. ચેતન મેવાડા એચ.એ.કોલેજ, અમદાવાદ દ્વારા સંશોધનનાં મહત્વપૂર્ણ ટોપિક-સંશોધન ડિઝાઇન, સંશોધનનાં વિવિધ મોડેલ, આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ દ્વારા કોમર્સ તથા સામાજિક વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન કરતાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને અધ્યાપકોને સંશોધનના મૂળભૂત સિદ્ધાંતો, આધુનિક સાધનો અને પ્રયોગાત્મક પદ્ધતિઓ અંગે વ્યવહારુ જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું. સંશોધન પેપર લેખન, પ્રકાશન અને ગુણવત્તાસભર સંશોધન માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.
આ બે દિવસીય વર્કશોપમાં કોમર્સ, મેનેજમેન્ટ અને સોશિયલ સાયન્સ સહિત વિધાશાખાના રાજ્ય તેમજ રાજ્ય બહારની વિવિધ યુનિવર્સિટીઓના પ્રાધ્યાપકો, સંશોધક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ પ્રોફે. (ડૉ.) ભાવેશ વણપરીયા, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપનાં તમામ સેશનને આવરી લેતા રેપોચિયર રિપોર્ટ ડો. રૂપલ દેસાઈ અને સાહિલ ગોર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં વર્કશોપના ડિરેક્ટર ડો.પી.એસ હિરાણી સાહેબ તેમજ કો-ઓર્ડીનેટર તરીકે ડો.મનિષાબેન બારડ અને ડો.કૌશિક આર. દળવી ની મહત્વની ભૂમિકા રહી હતી.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
