તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
પટણા (ભાલ)ના દીવંગત રાજકવી વિજયકરણદાન મહેડુને કાગ એવોર્ડ

(મનીષ દવે) ભાવનગર : પ્રખર રામાયણી, વિદ્વાન વક્તા અને ચારણી સાહિત્યનાં ઊંડા અભ્યાસુ એવાં વલ્લભીપુર સ્ટેટ રાજકવિ સ્વ. વિજયકરણદાન મહેડુ (ગઢવી) ને મજાદર મુકામે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારિબાપુના હસ્તે મરણોત્તર કાગ લોકસાહિત્ય એવોર્ડ એનાયત થયો. જે તેમના પૌત્ર ડૉ.આનંદ એમ. ગઢવી (બોટાદ) પ્રતિનિધિ એ સ્વીકારેલ. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. વિજયકરણદાન મહેડુ એ અખિલ ભારતીય ચારણ હિતવર્ધક સભાના પ્રમુખ અને વલ્લભીપુર સ્ટેટ રાજકવિ પૂજ્ય ઠારણબાપુનાં પૌત્ર થાય અને તેમણે ‘‘વિજયવાણી'' નામે પોતાનો કાવ્યસંગ્રહ પ્રકાશિત કરેલ. ઐતિહાસિક રીતે તેમની તેર પેઢીથી કવિ પરંપરા રહી છે તે બાબત આ પરિવારને વિલક્ષણ બનાવે છે.(
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
