તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
મોરબીમાં નવઘણભાઇ પર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ધોકા-પાઇપથી હુમલો
જે કંપનીમાંથી નોકરીમાંથી છુટા કરાયા ત્યાં પોતાનો સોનાનો ચેઇન ખોવાઇ ગયાની વાત કરવા જતાં ડખ્ખોઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૫: મોરબીમાં બંધુનગરમાં રહેતાં નવઘણભાઇ ગોકળભાઇ મેણીયા (ઉ.વ.૪૨) સાંજે બંધુનગર નજીક ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે હતાં ત્યાર ેધોકા-પાઇપથી માર મારવામાં આવતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે મોરબી પોલીસને જાણ કરી હતી. નવઘણભાઇએ કહ્યું હતું કે પોતે અગાઉ ઘડીયાળના પુંઠાના બોક્સ બનાવતી કંપનીમાં નોકરી કરતાં હતાં. તાજેતરમાં તેમને પગાર આપી છુટા કરી દેવાયા હતાં. પરંતુ કંપનીમાં પોતે હતાં ત્યારે ત્યાં પોતાનો સોનાનો ચેઇન ખોવાઇ ગયો હોઇ આ બાબતે ત્યાંના સિક્યુરીટી ગાર્ડ સાથે વાત કરવા માટે તે કંપનીના ગેઇટ પાસે ગયા હતાં અને કોઇને ચેઇન મળે તો જાણ કરવા કહ્યું હતું. આ વખતે શેઠના માણસોએ આવી ક્રિકેટ ગ્રાઉન્ડમાં લઇ જઇ બેફામ માર માર્યો હતો. પોતે એક બહેનથી નાના છે અને સંતાનમાં બે દિકરા છે. મોરબી પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
