<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

જેતપુરમાં સીટી કાઉન્‍સિલ દ્વારા કેબિનેટ મંત્રી, આચાર્યની ઉપસ્‍થિતિમાં ૧૮મો શાહી સમૂહ લગ્નોત્‍સવ યોજાયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨૫: શહેરની અગ્રણી સેવાકીય સંસ્‍થા સીટી કાઉન્‍સિલ દ્વારા વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્‍મરણાર્થે  ધારાસભ્‍ય જયેશભાઈના સહયોગથી ૧૮મા સર્વજ્ઞાતિ શાહી સમૂહ લગ્નોત્‍સવ વ્‍હાલુડીના વિવાહ દ્વારા સંસ્‍થા ૨૫૦૦ જેટલી દીકરીઓના કન્‍યાદાન કર્યાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.

શહેરના જુનાગઢ રોડ પર રવિવારના રોજ સાંજે એક સાથે ૪૩ વરરાજા નો વાજતે ગાજતે ઘોડા, બગી, ડી જે ના સથવારે ફટાકડાની અતિશબાજી સાથે વરઘોડો નીકળતા અનેરો માહોલ સર્જાયો હતો. રાજવાડી પાર્ટી પ્‍લોટ ખાતે શાહી રજવાડી સમૂહ લગ્નની શરૂઆત પંડિતોના વૈદિક મંત્રોચારથી ગણપતિ પૂજા થી થયેલ. કાર્યક્રમની શરૂઆત ઉપસ્‍થિત મહેમાનોના હાસ્‍તે દીપ પ્રગટી થી થયેલ. આ પ્રસંગે મોટી હવેલીના જે જે શ્રી પ્રિયાંકરાયજી મહોદયએ પધારી તમામ નવદંપતિ ઓને આશીર્વાદ આપેલ. પ્રદેશ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પાલિકા પ્રમુખ મેનાબેન ઉસદડિયા, સહિત અગ્રણી આગેવાનો એ હાજરી આપેલ.

આ સંસ્‍થામાં પાયાના પથ્‍થર તરીકે સેવા આપતા ડાઇંગ એન્‍ડ પ્રિન્‍ટિંગ એશો.ના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા એ સમૂહ લગ્નની જવાબદારી સુપેરે નિભાવી હતી. અને જણાવ્‍યું હતું કે આ તમામ દીકરીઓ થકી અમોને આવા પવિત્ર કાર્ય નો મોકો મળે છે. આ સમૂહ લગ્નનરૂપી સેવાયજ્ઞ મા સહકાર આપનાર તમામ દાતાઓને સન્‍માનિત કરવામાં આવેલ.

સીટી કાઉન્‍સિલ દ્વારા આયોજિત આ ૧૮માં અવિસ્‍મરણીય શાહી સમૂહલગ્નમાં તમામ દીકરીઓને દાતા ના સહયોગ થી સોના ચાંદી ની વસ્‍તુ, કબાટ, સેટી, ગાદલું, ખુરસી, પાનેતર સહિત ની અનેક વસ્‍તુઓ કરિયાવરમાં આપવામાં આવેલ.

આ શાહી સમૂહ લગ્નોત્‍સવ ને સફળ બનાવવા પ્રમુખ મનીષભાઈ પંડ્‍યા, મંત્રી વિનોદભાઈ કપૂપરા, પ્રો. ચેરમેન પ્રવિણભાઈ નંદાણીયા, પ્રો. કન્‍સલ્‍ટન્‍ટ જયંતીભાઈ રામોલિયા, વસંતભાઈ પટેલ, કૈલાશભાઈ વૈષ્‍ણવ,  પ્રવિણભાઈ ગજેરા, અરવિંદભાઈ વોરા, અમિત ટાંક, યોગેશ શિંગાળા, વિનુભાઈ સિદ્ધપરા, મનીષભાઈ કરેડ, રજનીભાઇ દોંગા, બળવંતભાઈ ધામી સહિતની ટીમ જહેમત ઉઠાવી હતી.

(1:06 PM IST)