News of Wednesday, 25th February 2026
જેતપુરના ઉદ્યોગપતિ સામે પૂર્વ પ્રેમીકાની દુષ્કર્મની ફરીયાદ
ઘરે બ્યુટી પાર્લરનો સામાન વેચવા આવેલ યુવક ઉપર શંકા કરી માતા-પુત્રીને મારમાર્યાની પણ ઉદ્યોગપતિ હરશ્યામ ઠુંમર સામે પોલીસમાં ફરીયાદ : ગઈકાલે ઉદ્યોગપતિએ પૂર્વ પ્રેમીકાએ કાતરથી હૂમલો કર્યાની ફરીયાદ કરી'તી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨૫: શહેરમાં ચર્ચાના ચકડોળે ચડેલ સાડી ઉદ્યોગની મોટી ગણાતી પેઢીના ઉદ્યોગપતિએ યુવતી સાથે સાતેક વર્ષથી પ્રેમ સંબંધ રાખી તેણીનું શારીરિક શોષણ કરી તેણીના ઘરે બ્યુટીપાર્લરનો સામાન વેચવા આવેલ યુવક પર શંકા કરી યુવતી તેમજ તેની પુત્રીને મારમાર્યાની તેમજ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી.
શહેરમાં સાડી પ્રિન્ટિંગ ઉદ્યોગમાં મોટું નામ ધરાવતા ગૌરીનંદન ગ્રૂપના હરશ્યામ વલ્લભભાઈ ઠુંમર નામના ઉદ્યોગપતિ સામે અત્રેના અમરનગર રોડ ઉપર રહેતી અને બ્યૂટી પાર્લર ચલાવતી એક યુવતીએ નોંધાવેલ ફરીયાદ મુજબ તેણીને વર્ષ ૨૦૧૯માં હરશ્યામ સાથે પરિચય થયો હતો. જે પરિચય પ્રેમ સંબંધમાં પરિણમ્યો અને આ પ્રેમ સંબંધની હરશ્યામની પત્ની પૂનમબેન ઉર્ફે રાધાબેનને પણ જાણ હતી અને મંજુર પણ હતું. જેથી તેઓ પતિ પત્ની ઓર વો ત્રણેય માઉન્ટ આબુ, સિમલા વગેરે સાથે ફરવા ગયા હતાં અને ત્રણેય સાથે જ રોકાયા હતાં. પરંતુ હરશ્યામ શંકા કુશંકા કરવાની ટેવ વાળો હોય બે વર્ષ પૂર્વે યુવતીએ તેની સાથે પ્રેમ સંબંધ કાપી નાંખ્યો હતો. ઉપરાંત હરશ્યામનો મોબાઈલ નંબર પણ બ્લોક કરી દીધો હતો. ત્યારે હરશ્યામે બીજા નંબર પરથી તેણીનો ઓપન ફોટો મોકલી વાયરલ કરવાની ધમકી આપી ફરીથી બળજબરી પૂર્વક સબંધ રાખ્યાં હતાં. અને આ સંબંધમાં તેણે અસંખ્યવાર મારમાર્યો હતો.
તેમ જ પોતે બ્યુટી પાર્લરનું કામ કરતી હોય એક વેપારી યુવાન બ્યુટી પાર્લરને લગત બધી આઈટમ લઈને વેચવા માટે આવેલ ત્યારે હરશ્યામે તે યુવતી અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધ રાખે છે અને બીજા યુવાનને ઘરે મળવા બોલાવ્યો હોવાનો યુવતીના ભાઈને કોલ કરેલ. જે બાબતનો કોલ બહેનને તેના ભાઈએ કરતા આ યુવતીએ હરશ્યામના પિતા, બેન વગેરેને કોલ કરી હરશ્યામ તેણીને બદનામ કરતો હોવાનું જણાવ્યું હતું. અને તેણી પોતાના એપાર્ટમેન્ટમાંથી પુત્રી અને વેપારી યુવાન સાથે નીચે ઉતરતા હરશ્યામે તેણી પર અને પુત્રી પર હુમલો કરી ઇજાગ્રસ્ત કરી દેતા તેણીએ ૧૧૨ જનરક્ષકમાં કોલ કરી સારવાર માટે સરકારી હોસ્પીટલે દાખલ થઈ હતી. પોલીસે યુવતીની ફરીયાદ પરથી મારામારી તેમજ દુષ્કર્મની આઇપીસી ૩૭૬, બીએનએસ ૬૯,૧૧૫(૨) અને ૧૧૮(૧) હેઠળ ફરીયાદ નોંધી હતી.
ગઈ કાલે હરશ્યામ ઠુંમરે પણ સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી કે તેને કદમ એપાર્ટમેન્ટમાં રહેતી હેતલ રવજીભાઈ મેસિયા સાથે પ્રેમ સંબંધ હતો. જેમાં તેણે હેતલ જે એપાર્ટમેન્ટમાં રહે છે તે એપાર્ટમેન્ટમાં એક બ્લોક વેચાતો લઈ દીધો હતો. જેથી હેતલને અવારનવાર મળવા માટે ત્યાં જતો હતો પરંતુ તેણીને અન્ય યુવક સાથે પણ પ્રેમ સંબંધ હોવાની ફરીયાદીને જાણ થતાં એકાદ વર્ષથી તેણી સાથે સબંધ કાપી નાખ્યો હતો. છતાં હેતલ પોતાને બદનામ કરતી હોય એટલા માટે પોતે એપાર્ટમેન્ટની નીચે ઉભો રહેલ. જે વાતની જાણ હેતલને થતા પોતાની પુત્રી તેમજ બોયફ્રેન્ડ સાથે નીચે આવી હરશ્યામ સાથે ઝઘડવા લાગી અને તું મને રૂપિયા આપ તેમ પણ કહી મારામારી કરવા લાગી અને કાતર જેવા કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.
સિટી પીઆઈ એ ડી પરમારે જણાવેલ જે યુવતીએ નોંધાવેલ ફરિયાદમાં જયદીપ નામના શખ્સનું નામ આપેલ જે બનાવના દિવસથી ગાયબ હોય પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
