News of Wednesday, 25th February 2026
વડીયાના લુણીધાર ગામે ઝેરી ટીકડા પી યુવાનનો આપઘાત
યુવાનને પ્રેમજાળમાં ફસાવી પૈસા અને સોનાનો ચેઇન પડાવી ધમકી આપતા એમપીની ત્રણ મહીલા સહીત પાંચે પ્રેમજાળમાં ફસાવી મરી જવા મજબુર કર્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., રપઃ વડીયાના લુણીધાર ગામે હાલ અમરેલી રહેતા રવજીભાઇ નાથાભાઇ ચાવડાના નાનાભાઇ સુનિલભાઇ નાથાભાઇ ચાવડાને આરોપી જયોતીબેન ગોવિંદરાવ દવંડે એમ.પી.વાળીએ પ્રેમ જાળમાં ફસાવી અજય ગોવિંદરાવ દવંડે,ગોવિંદરાવ દવંડે,કીરણબેન ગોવિંદરાવ દવંડે,જયોતિબેનના માતા તમામ હાલ રાજકોટ વાળાઓએ મરણજનારના લગ્ન કરાવી આપવાની લાલન કાપી તમામ આરોપીઓએ મરણજનાર પાસેથી રૂપિયા અઢી લાખ રોકડ તથા સોનાનો ચેઇન તેમજ મરણજનારના ડોકયુમેન્ટ મેળવી લઇ.ત્યારબાદ તમામ આરોપીએ મરણજનારને બળાત્કારનો પોલીસ કેસ કરી દેવાની ધમકી આપી અને મરણજનારને અવાર-નવાર બ્લેક મેઇલ કરી મરણજનાર પાસેથી તમામ આરોપીએ વધુ રૂપિયાની માંગણી કરતા હોય. અને જાનથી મારી નાખવાની ઘમ કી આપી મરણજનારને મરવા મજબુર કરી આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડી અને મરણજનારને ત્રાસ આપતા આ ત્રાસના કારણે આત્મહત્યા કરવા પોતાન મુળ વતન લુણીધાર ગામે આવી પોતે પોતાની મેળે ઝેરી ટીકડા પી જતા સારવાર દરમ્યાન મોત નીપજતા તમામ આરોપીઓએ મરી જવા મજબુર કર્યાની રવજીભાઇ નાથાભાઇ ચાવડાએ વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
બાઇકને હડફેટે લેતા યુવાનને ઇજા
આસોદર ગામે રહેતા અતુલભાઇ છનાભાઇ રાઠોડ ઉ.વ.૩૨ પોતાનું બાઇક જી.જે.૧૪બી.જે. ૨૬૧૩ લઇને જતા હતા.ત્યારે આસોદર ગામથી ભીંગરાડ ગામ તરફ ભીંગરાડથી આશરે એકાદ કિ.મી.દુર ભીંગરાડ તરફથી એક ઇકો કાર જી.જે.૧૪એ.કે.૨૯૦૭ના ચાલકે પોતાના હવાલા વાળી ઇકો કાર પુરઝડપે અને બેફિકરાઇથી માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી રોંગ સાઈડમાં આવી બાઇક સાથે ભટકાવી અતુલભાઇને જમણા હાથે તથા નાકના ભાગે ફેકચર કરી તથા મોઢાના અંદરના ભાગે ૧૦ ટાકા આવે તેવી ઇજા કરી તથા શરીરે નાની મોટી ઇજાઓ કર્યાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
