હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લાલપુર નજીક કાનાલૂસની લેબર કોલોનીમાં શ્રમિક યુવાનનો ઘર કંકાસમાં આપઘાત
પોતાની પત્ની સાથે વિડીયોકોલમાં વાત કરતાં સમયે ચાલુ વિડીયોકોલમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ભારે ચકચાર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૨૫: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલૂસ ગામમાં આવેલી એક લેબર કોલોનીમાં ગઈકાલે બપોરે વિચિત્ર બનાવ બન્યો હતો. એક પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાના ગ્રહ કંકાસના કારણે ગળાફાંસો ખાઈ લીધો છે. વતનમાં રહેલી પોતાની પત્નીને વિડીયો કોલ કરીને ચાલૂ વિડીયો કોલમાંજ પંખા ના હુકમાં લટકી જઇ ગળાફાંસો ખાઈ લીધો હતો, જેથી ભારે અરેરાટી પ્રસરી છે.
આ બનાવ ની વિગત એવી છે કે મૂળ બિહાર રાજ્યના ચંપારણનો વતની, અને હાલ લાલપુર તાલુકાના કાનાલૂસ ગામની સિમ વિસ્તારમાં લેબર કોલોનીમાં રહીને મજૂરી કામ કરતો મુન્ટુરાય ધેનુખરાય નામનો ૩૫ વર્ષનો પરપ્રાંતિય શ્રમિક યુવાન, કે જેણે ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમા લટકી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે બિહારના વતની અને તેની સાથે મજૂરી કામ કરતા અજયકુમાર હરેન્દ્રભાઇ કુશવાહા એ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસ સ્ટેશનના એએસઆઇ વી.સી. જાડેજા બનાવન સ્થળે દોડી ગયા હતા, અને શ્રમિક યુવાનના મળતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની હાલ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મળતક યુવાન, કે જેને પોતાની વતનમાં રહેલી પત્ની સાવિત્રી દેવી સાથે ગ્રહ કંકાસ ચાલી રહ્યો હતો. હાલ પોતે અહીં એકલો રહેતો હતો, અને વતનમાં રહેલી પોતાની પત્ની સાવિત્રી દેવીને ગઈકાલે બપોરે ૧.૩૦ વાગ્યાના અરસામાં વિડીઓમેસેજ કર્યો હતો, અને વિડીયો કોલ ચાલુ હતો તે ચાલુ વિડીયો કોલ માં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ પોતાની પત્નીની નજર સમક્ષ જ ગળાફાંસો ખાઈ લીધો હતો.
જેથી પત્ની દ્વારા જામનગરમાં રહેતા અન્ય કુટુંબીઓ વગેરેને જાણ કરતાં તેઓ તુરતજ શ્રમિક યુવાનની ઓરડી માં દોડી ગયા હતા, અને કોઈ પણ રીતે દરવાજો ખોલાવી એમ્બ્યુલન્સ વગેરેની મદદ લીધી હતી, પરંતુ તે પહેલા શ્રમિક યુવાનનું મળત્યુ નિપજ્યું હતુ. આ બનાવને લઈને ભારે કરુણતા સર્જાઇ છે. મળતકને તેના વતનમાં લઈ જવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
