હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગર જીલ્લા ભાજપના ઉપપ્રમુખ પદે પસંદગી પામેલ રાજભા જાડેજાનું વન વર્લ્ડ રેસીડેન્સીમાં ભવ્ય સન્માન

રાજકોટ, તા.,૨૪ : પૂર્વ સેનેટ સભ્ય અને ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજાની તમામ સમાજના વિવિધ પ્રશ્નોએ સાથે રહી તેના નિકાલ માટેના અથાગ પ્રયાસો, ખેડૂતોના પ્રશ્ને સતત જાગળત જેવી પ્રજાલક્ષી નીતિ ધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતળત્વ દ્વારા રાજભા જાડેજાની જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉપ પ્રમુખ પદે પસંદગી થતા અન્ય શુભેચ્છકો સાથે ધ વન વર્લ્ડ રેસીડેન્સીના રહેવાસીઓ દ્વારા આ એપાર્ટમેન્ટના નાના મોટા પ્રશ્ને સતત જાગળત રહી લડત આપવા સાથે વ્યક્તિગત પ્રશ્ને ૨૪/ ૭ સતત સાથે રહેતા રાજભા જાડેજાનું વિશેષ બહુમાન કાર્યક્રમ યોજાયેલ.
સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ ગણાત્રા, વ્યાપારી અગ્રણી સુરેશભાઈ ગાદેશા, જાણીતા કરવેરા સલાહકાર જિલેસભાઇ અનડકટ, સૌરાષ્ટ કચ્છ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ મયૂરસિંહ જાડેજા અનેઅગ્રણી ભરતભાઈ નંદાણીની વિશેષ ઉપસ્થિતિમાં તમામ વિગ દ્વારા તેમના લાગણીભર્યા સન્માન સાથે તેમના જન્મદિવસ અંતર્ગત શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રદીપભાઈ સંઘવી દ્વારા થયેલ, આયોજન માટે જયેશભાઈ અનડકટ, હિતેનભાઇ ઠોસાણી, મનુભાઇ અભાણી, અતુલભાઇ સવજીયાણી, આનંદભાઇ સહિતના રહેવાસીઓ સક્રિય રહેલ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
