<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

વાંકાનેરના સિંધાવદર પાસે આસો નદીના પુલ ઉપર અલ્ટો- ટ્રક અકસ્માતમાં ક્ષત્રિય યુવાનનું મૃત્યુઃ પરિવારમાં ભારે ગમગીની

અગાભી પીપળીયાના વતની પૃથ્વીરાજસિંહ જાડેજા (ઉ.વ. આશરે ૩૫) ઢુવાની કેલરીઝ કંપનીમાં નોકરી કરી પરત આવતા હતા ત્યારે સજાર્યો અકસ્માત

રાજકોટ તા.૨૫: ગતરાત્રે ૯ થી ૯:૩૦ આસપાસ વાંકાનેર નજીકના સિંધાવદર ગામ પાસે આસો નદીના પુલ ઉપર સર્જાયેલા રોડ અકસ્માતમાં અગાભી પીપળીયાના વતની એવા આશાસ્પદ યુવાન પૃથ્વીરાજસિંહ દશરથસિંહ જાડેજા (ઉ.વ. આશરે ૩૫)નો ભોગ લેવાયો હતો.

પૃથ્વીરાજસિંહ જાડેજા વાંકાનેર- મોરબી હાઇવે ઉપર આવેલી કેલરીઝ કંપનીમાં છેલ્લા ૧૦-૧૨ વર્ષથી નોકરી કરતા હતા. ગઇરાત્રે તેમના પિતાને પોતાના પુત્રને અકસ્માત થયાની જાણ થતા તે સમયે ગામમાં ઉપસ્થિત મોરબી જીલ્લા પંચાયતના સભ્ય એવા કોૈટુબીંક ભાઇ હરદેવસિંહ જાડેજા સાથે તાબડતોબ કાર લઇને ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે પહેલેથી  લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું અને ૧૦૮ પણ આવી પહોંચી હતી. એમ્બયુલન્સમાં આવેલા તબીબોએ ઇજાગ્રસ્ત પૃથ્વીરાજસિંહ જાડેજાને તપાસી મૃત જાહેર કરતા પિતા અને કુટુંબીઓ ઉપર આભ તુટી પડયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.

પુલ સાંકડો હોવાથી  ટ્રક અને અલ્ટો વચ્ચે અકસ્માત સજાર્યાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. ભોગ બનનાર પૃથ્વીરાજસિંહ પરિણીત હતા તેમને સંતાનમાં બે પુત્રી અને એક માસુમ પુત્ર છે. સમગ્ર જાડેજા પરિવાર ઉપર કુદરતના પ્રકોપરૂપ વિજળી ત્રાટકયાનો માહોલ સજાર્યો છે.(

(3:59 PM IST)