હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 25th February 2026
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શને પ્રખ્યાત ગાયક કલાકાર હિમેશ રેશમિયા
સાળંગપુર મંદિર પ્રશાસન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું : દર્શન પશ્ચાત મંદિરના પૂજારી દ્વારા હિમેશ રેશમિયાને ફૂલહાર પહેરાવીને રૂડા આશીર્વાદ પાઠવવામાં આવ્યા

રાજકોટ તા.૨૫
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને આજે બુધવારના રોજ પ્રખ્યાત બોલિવૂડ ગાયક અને સંગીતકાર હિમેશ રેશમિયા આવ્યા હતા તેઓએ તેમના પરિવાર સાથે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ગાયક કલાકાર હિમેશ રેશમિયાએ પરિવાર સહિત સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે માથું ટેકવીને દાદાના ચરણોમાં પોતાની અતુટ શ્રદ્ધા પ્રગટ કરી હતી. તેઓએ ભક્તિભાવપૂર્વક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના અલૌકિક દર્શનનો લ્હાવો લીધો હતો અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
આ વિશેષ મુલાકાત દરમિયાન સાળંગપુર મંદિર પ્રશાસન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દર્શન પશ્ચાત મંદિરના પૂજારી દ્વારા હિમેશ રેશમિયાને ફૂલહાર પહેરાવીને રૂડા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
