News of Wednesday, 25th February 2026
ગરીબ, લાચાર અને નાના લોકોના વરઘોડા નીકળ્યા, મોટા લોકોના વરઘોડા ના નીકળ્યા: ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા
રાજકોટ ભાવનગરમાં વરઘોડા બાબતે ગોપાલ ઇટાલિયાના વેધક સવાલ: કેસ બાદ આરોપીઓના રિ કન્સ્ટ્રક્શન અંગે સવાલ કર્યો

રાજકોટ ભાવનગરમાં વરઘોડા બાબતે ગોપાલ ઇટાલિયાના વેધક સવાલ. કેસ બાદ આરોપીઓના રિ કન્સ્ટ્રક્શન અંગે સવાલ કર્યો હતો, જેના પર ગૃહ વિભાગ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. છેલ્લા 2 વર્ષમાં રાજકોટ શહેર – જિલ્લા અને ભાવનગરમાં 96221 જેટલા ગુના નોંધાયા હતા. 96221 ગુનામાંથી 251 કેસમાં જ રિ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હોવાનું ઇટાલિયાએ જણાવ્યું છે.
ગૃહ મંત્રી કહેતા કે વરઘોડો તો નીકળશે જ , પરંતુ ગરીબ, લાચાર અને નાના લોકોના વરઘોડા નીકળ્યા, મોટા લોકોના વરઘોડા ના નીકળ્યા તેવો કટાક્ષ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે. 96000 કેસમાં કોઈ વરઘોડો કાઢવામાં આવ્યો નથી.
રાજકોટ શહેરમાં 25890 કેસ નોંધાયા જેમાંથી માત્ર 49 નું જ રિ કન્સ્ટ્રક્શન કરાયું છે. રાજકોટ જિલ્લામાં 28825 ગુના નોંધાયા જેમાં માત્ર 48નું જ રિ કન્સ્ટ્રક્શન કરાયું છે. ભાવનગરમાં 41506 ગુના નોંધાયા અને 154નું રિ કન્સ્ટ્રક્શન કરાયું છે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
