<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ધોરાજી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા અકસ્માત વીમો ગરીબ પરિવારને ₹2, લાખનો ચેક અર્પણ કરતા બ્રાન્ચ મેનેજર

બેંકોમાં પ્રધાનમંત્રી જીવન જયોતિ બીમા યોજનાનું પ્રિમીયમ રૂા.330/- અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો પ્રીમિયમ ₹20 ભરીને રૂપિયા બે લાખનો વિમાનનું કવચ લઈ શકો છો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા  અકસ્માત વીમો ગરીબ પરિવારને ₹2, લાખનો ચેક કરતા બ્રાન્ચ મેનેજરએ અર્પણ કર્યો હતો 
ધોરાજી જુનાગઢ રોડ કોર્નર ઉપર આવેલ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ના શાખા મેનેજર પુષ્પેન્દ્ર નાગર એ જણાવેલ કે ભારત સરકાર દ્વારા સરકારી બેંકોમાં પ્રધાનમંત્રી જીવન જયોતિ બીમા યોજનાનું પ્રિમીયમ રૂા.330/- અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો પ્રીમિયમ ₹20 ભરીને રૂપિયા બે લાખનો વિમાનનું કવચ લઈ શકો છો જેના ભાગરૂપે અમારી બ્રાન્ચ ના ગ્રાહકનો અચાનક અકસ્માતથી અવસાન થતા તેમની જાણ અમારી બ્રાન્ચને થતા અને અમોએ એ પરિવારને વીમાનો વળતર મળે તે માટે આગળની કાર્યવાહી કરતા રૂપિયા બે લાખનો ચેક તેમના પીડિત પરિવારને અમારા શાખાના શાખા મેનેજર પુષ્પેન્દ્ર નાગર
સહાયક મેનેજર હસ્તિન ગાંધી,  અતુલ વિસાવડિયાસ્ટાફ રાજેશ ભટ,  મંથન વ્યાસ,  દિવેશ્ભાઈ ડોમનિયા અને જયશ્રીબેન વાઘેલા સ્ટાફ સભ્યો ના વરદ હસ્તે ચેક અર્પણ કરવામાં આવેલો હતો
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર પુષ્પેન્દ્ર નાગર એ તમામ ગ્રાહકોને જણાવેલ કે ભારત સરકારના આ બંને વીમા બહુ જ નોર્મલ ચાર્જમાં હોય છે અને દરેક ગ્રાહક તેમના બેંક એકાઉન્ટ ખાતામાં થી ઓટોમેટીક પ્રીમિયમ ઉપડે એ પ્રકારે સુવિધા રાખવામાં આવી છે જેનો તમામ ગ્રાહકોએ લાભ લેવા યાદીમાં જણાવેલું હતું

(8:24 PM IST)