<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ધોરાજી શ્રી રામ વસ્તી દ્વારા રવિવારે વિરાટ હિન્દુ સંમેલન કે.ઓ. શાહ કોલેજ ખાતે યોજાશે

વેશભુષા કાર્યક્રમ, ભારતમાતાની આરતી.વકતાઓનું માર્ગદશન અને સંતોના આર્શિવચન

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી શ્રી રામ વસ્તી દ્વારા તારીખ 1 ને રવિવારના રોજ વિરાટ હિન્દુ સંમેલન  કે.ઓ.  શાહ કોલેજ ખાતે યોજાશે
રામ મંદિર વિસ્તાર શ્રી રામ વસ્તી દ્વારા તારીખ 1 ને રવિવારના રોજ  સાંજે 4:30 કલાકે   કે.ઓ.  શાહ કોલેજ ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાશે
આ પ્રસંગે ધોરાજી કે ઓ શાહ કોલેજ સ્ટેશન રોડ જમનાવડ રોડ શ્યામવાડી વિસ્તાર રેલવે સ્ટેશન વિસ્તારના લોકોએ  વિરાટ હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવેલ છે
હિન્દુ સંમેલન સમિતિ ના અધ્યક્ષ  પી.સી. ગુંદણીયા.ઉપાધ્યક્ષ  મનુભાઈ જાગાણી  કિશોરભાઈ રાઠોડ.ખજાનચી  દિલીપભાઈ હોતવાણી.મહામંત્રી  કૌશીકભાઈ રામોલીયા  રાજુભાઈ યાદવ
મહિલા સમિતિ શ્રીમતી વિરલબેન પારેખ  શ્રીમતી કિરણબેન રાખોલીયા શ્રીમતી ચેતનાબેન જાગાણી  એ સંયુક્ત યાદીમાં જણાવેલ કે સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય, પર્યાવરણ સંરક્ષણ, કુંટુંબ પ્રબોધન, સ્વદેશ ભાવ જાગરણ પરમ પવિત્ર ભારતભુમિ પર પ્રગટેલી આપણી સનાતન સંસ્કૃતિએ વિશ્વ કલ્યાણનો માર્ગ છે રાષ્ટ્રભકિના ભાવે સટૂઢ કરવાં અને હિન્દુ સમાજમાં નવી ચેતના ના સંચાર અર્થે "વિરાટ હિંન્દુ સંમેલન" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આપણો સાંસ્કૃતિ વારસો એ આપણી સાચી ઓળખ છે. હિન્દુ શક્તિના આ સંગઠિત મિલનમાં અને પંચ પરિર્વતનના પવિત્ર યજ્ઞમાં આપ સહ પરીવાર, મિત્ર મંડળ સહિત ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃધ્ધિ કરો અને સંતોના આર્શિવચનનો લાભ લો તેવી નમ્ર વિનંતી છે.

કાર્યક્રમની રૂપરેખા  પરીચય -  સ્વાગત કાર્યક્રમની પૂર્વ ભૂમિકા વેશભુષા કાર્યક્રમ, ભારતમાતાની આરતી.વકતાઓનું માર્ગદશન અને સંતોના આર્શિવચન 

કાર્યક્રમની વિગત

તારીખ : ૦૧/૦૩/૨૦૨૬, રવિવાર
સમય : સાંજે ૪.૩૦ થી ૬.૩૦ કલાકે.
સ્થળ : શ્રી કે.ઓ. શાહ કોલેજ - ધોરાજી.
વિરાટ હિન્દુ સંમેલનના વકતા વિજયભાઈ રાબડીયા (ગોંડલ જીલ્લા કાર્યવાહ)
આર્શિવચન  પરમ પૂજય મહંત શ્રી રવિદાસબાપુ (શ્રી મુરલી મનોહર મંદિર-સુપેડી)  વિગેરે સંતો મહંતોને આગેવાનો ઉપસ્થિત રહેશે
હિન્દુ સંમેલન સમિતિ
અધ્યક્ષ પી.સી. ગુંદણીયાઉપાધ્યક્ષ  મનુભાઈ જાગાણી . કિશોરભાઈ રાઠોડ.ખજાનચી દિલીપભાઈ હોતવાણીમહામંત્રી  કૌશીકભાઈ રામોલીયા . રાજુભાઈ યાદવ
મહિલા સમિતિ શ્રીમતી વિરલબેન પારેખ  શ્રીમતી કિરણબેન રાખોલીયા શ્રીમતી ચેતનાબેન જાગાણી વિગેરે કારોબારી સમિતિના  તમામ સભ્યો વિરાટ હિન્દુ સંમેલનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે
હિન્દુ સંમેલન શ્રી રામ વસ્તી
"હિન્દુ હિન્દુ એક રહે, ભેદભાવ કો નહિં સહી."
સૂત્રને સાર્થક કરવા માટે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ આજે ઉપસ્થિત રહેવા મેહુલભાઈ વાળા શ્રીમતી વિરલબેન પારેખએ યાદીમાં જણાવેલું છે

(8:25 PM IST)