<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

મોરબી જીલ્લામાં વીજ તંત્રની મેગા ડ્રાઈવ: એક જ દિવસમાં ૪.૧૯ કરોડની ઐતિહાસિક રિકવરી, ૩૫૧૩ કનેક્શન કાપ્યા

વીજ તંત્ર દ્વારા 5,000 કનેક્શન કાપવા અને 6 કરોડ રૂપિયાની વસૂલાતનો ટાર્ગેટ રખાયો હતો. જેમાંથી 3,513 જેટલા વીજ કનેક્શન કાપવામાં આવ્યા .

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામાં બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે વીજ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત તંત્રએ એક જ દિવસમાં 4.19 કરોડ રૂપિયાની ઐતિહાસિક વસૂલાત કરી છે, જે એલટી (લો ટેન્શન) વિભાગમાં એક દિવસમાં અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન છે.

  મળતી માહિતી મુજબ, વીજ તંત્ર દ્વારા 5,000 કનેક્શન કાપવા અને 6 કરોડ રૂપિયાની વસૂલાતનો ટાર્ગેટ રખાયો હતો. જેમાંથી 3,513 જેટલા વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે. આ ડિસકનેક્શનની કાર્યવાહી દ્વારા 2.15 કરોડ રૂપિયાની રિકવરી ક૨વામાં આવી છે. આ સઘન કાર્યવાહી દરમિયાન 3,057 કનેક્શન ધારકોએ દંડની રકમ સાથે બિલ ભરપાઈ કરતા 1.53 કરોડ રૂપિયા જમા થયા છે. આ ઉપરાંત, રી-કનેક્શન ચાર્જ અને દંડ પેટે 4.51 લાખ રૂપિયાની વસૂલાત પણ કરવામાં આવી છે.
  લોકોએ સામેથી અને ચાલુ બિલની રકમ પણ ભરતા કુલ દૈનિક કલેક્શન 4.19 કરોડ પહોંચ્યું છે. આ કામગીરીને પહોંચી વળવા માટે 215 જેટલી ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી. જોકે, હવે તંત્રના અન્ય નિયમિત કામો પણ કરવાના હોવાથી આ ટીમોની સંખ્યા ઘટાડીને 100 થી 150 આસપાસ ક૨વામાં આવશે. પરંતુ, બાકી લેણાં વસૂલવાની આ કડક ઝુંબેશ આગામી 31 માર્ચ સુધી સતત ચાલુ રાખવામાં આવશે

(10:43 PM IST)