News of Wednesday, 25th February 2026
મોરબી મનપા દ્વારા ત્રાજપર ચોકડીથી જુના ઘૂટું રોડ પરના કાચાપાકા ૧૭ જેટલા દબાણ હટાવાયા.
સતત બીજા સપ્તાહે જુના ઘૂટું રોડ પર ડીમોલીશન :ગત સપ્તાહે કરેલી કામગીરી બાદ પણ થોડા દબાણો બાકી રહી ગયા હોવાથી દુકાનો, કાચા-પાકા મકાનો અને છાપરાઓ દૂર કરાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ અંતર્ગત ડીમોલીશન કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ત્રાજપર ચોકડીથી જુના ઘૂટું રોડ પર દબાણ હટાવો કામગીરી કરવામાં આવી હતી સતત બીજા સપ્તાહે જુના ઘૂટું રોડ પર ડીમોલીશન કરવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકા દ્વારા બે જેસીબી સહિતના સાધનો સાથે જુના ઘૂટું રોડ પર દબાણ હટાવો કામગીરી કરવામાં આવી હતી ગત સપ્તાહે કરેલી કામગીરી બાદ પણ થોડા દબાણો બાકી રહી ગયા હોવાથી આજે ૧૭ જેટલી દુકાનો, કાચા-પાકા મકાનો અને છાપરાઓ હટાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આજે મહાપાલિકા ટીમે ૧૭ જેટલા કાચા પાકા મકાન, દુકાનો સહિતના દબાણો દુર કર્યા હતા
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
