<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

પોરબંદરના સાંદીપની હરિમંદીરે હોળી-ધૂળેટી રંગોત્‍સવ પર્વ ઉજવાશે

પૂ.ભાઇશ્રીની ઉપસ્‍થિતિમાં ઠાકોરજીના સાનિધ્‍યમાં હોળીના રસીયા ગાયન માટે વૃંદાવનથી રસીયા મંડળી ધુમ મચાવશેઃ હોલીકાદહન અને અબીલ-ગુલાલથી રંગોત્‍સવ

પોરબંદર, તા., ર૬: પૂજ્‍ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના સાન્નિધ્‍યમાં સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં હોળી-ધૂળેટીનું રંગોત્‍સવ પર્વ ધામધૂમથી ઉજવવાનું આયોજન કરેલ છે.  તા.૦૨ માર્ચ  સોમવારે હોળી ઉત્‍સવ તથા તા.૦૩ માર્ચ મંગળવારના રોજ ધૂળેટી રંગોત્‍સવ પર્વ  ઉજવવામાં આવશે.

શ્રીહરિ મંદિરમાં ફાગણ સુદ પૂનમ સોમવારના રોજ સાંજે ૬.૦૦ વાગ્‍યેથી ઠાકુરજી સન્‍મુખ વળંદાવનથી આવેલ ખાસ રસિયા મંડળી દ્વારા હોળીના રસિયાનું ગાયન કરવામાં આવશે. ત્‍યારબાદ સાંજે ૬.૩૦ થી ૭.૦૦ દરમ્‍યાન શ્રીહરિ મંદિરમાં બિરાજિત ઉત્‍સવસ્‍વરૂપ સર્વે દેવી-દેવતાઓના વિગ્રહોની સાથે પૂજ્‍ય ભાઈશ્રીની ઉપસ્‍થિતિમાં અબીલ, ગુલાલથી રંગોત્‍સવ સંપન્ન થશે. ૭.૦૦ વાગ્‍યે સાયં આરતી સંપન્ન થશે અને સંધ્‍યા આરતી બાદ સાંદીપનિ પરિસરમાં વિધિવત્‌ સંકલ્‍પપૂર્વક હોલિકાદહન થશે. આ તકે ઉપસ્‍થિત રહેનારા સર્વે હરિભક્‍તોને પૂજ્‍ય ભાઈશ્રીના હસ્‍તે પ્રસાદ વિતરણ થશે.

 ફૂલડોલ ઉત્‍સવ તા. ૦૩ માર્ચ મંગળવારે, ધૂળેટી પર્વના દિવસે સવારે ૯.૦૦ વાગ્‍યેથી વળંદાવનની રસિયા મંડળી દ્વારા રસિયા ગાનથી ફૂલડોલ ઉત્‍સવ ઉજવણીનો પ્રારંભ થશે. જેમાં ૯.૦૦ થી ૧૧.૩૦ દરમ્‍યાન શ્રીહરિ મંદિરમાં બિરાજમાન સર્વે દેવી-દેવતાઓ સાથે પૂજ્‍ય ભાઈશ્રી વિવિધ રંગોથી હોળી રમશે. ત્‍યારબાદ સાંદીપનિમાં હોળી-ધૂળેટી ઉત્‍સવ નિમિત્તે પધારેલા મહેમાનો અને દર્શનાર્થીઓ સાથે પૂજ્‍ય ભાઈશ્રી હોળી રમશે. બપોરે ૧૨.૦૦ કલાકે પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનની ફૂલડોલ ઉત્‍સવની આરતી થશે. 

મંગળવારે બપોર પછી ખગ્રાસ ચંદ્રગ્રહણ શરુ થવાનું હોવાથી ગ્રહણના સમયે શ્રીહરિ મંદિરમાં દર્શન બંધ રહેશે.  શાષાોમાં ગ્રહણના સમયે ભગવાનના નામ-જપનો મહિમા અપાર દર્શાવવામાં આવ્‍યો છે. આથી ગ્રહણ સમયે સાંજે ૫.૦૦ થી ૮.૦૦  દરમ્‍યાન શ્રીહરિની બગીચીમાં શ્રીહરિ નામ સંકીર્તન થશે. સંકીર્તનમાં થશે. સંકીર્તનમાં સૌજે જોડાવવા તેમજ આ હોળી-ધૂળેટીના રંગોત્‍સવ પર્વનો  દર્શનનો લાભ લેવા માટે સાંદીપનિ, શ્રીહરિ મંદીર દ્વારા એક યાદીમાં જણાવાયું છે. 

પરેશ પારેખ

પોરબંદર

 

(12:11 PM IST)