<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

મીઠાપુરમાં પાંચ લાખનો દારૂ કબ્‍જેઃ એક શખ્‍સ ઝબ્‍બેઃ બે ફરાર

 

ખંભાળીયા તા.૨૬: મીઠાપુર પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સ્‍પેકટર ડી.એન.વાંઝાનાઓના માર્ગદર્શન હેઠળ મીઠાપુર પો.સ્‍ટે.ના સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પો.હેડ કોન્‍સ. મહીરાજદાન મનહરદાન ગઢવી તથા પો.કોન્‍સ. ધર્મદીપસિંહ જીતેન્‍દ્રસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. સુનીલભા સમૈયાભા માણેકનાઓને મળેલ હકિકત આધારે રેઇડ દરમ્‍યાન અલગ-અલગ બ્રાન્‍ડની કુલ બોટલ નંગ-૪૫૬ જેની કી.રૂ.૫,૦૧,૬૦૦/- નો પ્રોહી. મુદ્દામાલ પકડી ઉમેદસિંહ ઉર્ફે અનીયો શીવુભા વાઢેર ઉ.વ.-૨૫ ધંધો-મજુરી રહે-ભીમરાણા ગામમાં તા-દ્વારકાને ઝડપી લીધો છે.

ફરાર આરોપીઓ દીલીપસિંહ વીરાજી જાડેજા રહે-ભીમરાણા ગામ નવાપરા વિસ્‍તાર તા-દ્વારકા, મયુરસિંહ ઉર્ફે પાકલ મનુભા જાડેજા રહે-ભીમરાણા ગામ ખારા વિસ્‍તાર તા-દ્વારકાવાળા ફરાર રહયા છે.

આ કામગીરી પો.ઈન્‍સ. ડી.એન.વાંઝા, પો.હેડ.કોન્‍સ. મહીરાજદાન મનહરદાન ગઢવી, પો.કોન્‍સ ધર્મદીપસિંહ જીતેન્‍દ્રસિંહ જાડેજા, સુનીલભા સમૈયાભા માણેક, અનિલભાઇ વરસિંગભાઇ ડોડીયાએ કરી હતી.(૨.૭)

 

 

 

(11:11 AM IST)