હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 26th February 2026
ઉપલેટામાં સોની વેપારીઓ દ્વારા બંધ પાળીને મોરબીમાં યુવકની હત્યા સામે રોષ
સોના-ચાંદી વેપારી એસોસીએશન દ્વારા મામલતદારને આવેદન

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૨૬ :.. થોડા દિવસ પહેલા મોરબીમાં વાહન ઓવરટેક કરવાની સામાન્ય બાબતમાં જતીન આડેસરા નામના ૩૩ વર્ષના સોની યુવાનની છરી મારી હત્યા કરવાનાં વિરોધમાં આજે ઉપલેટા સોના ચાંદી એસોસીએશન દ્વારા અડધો દિવસ દુકાનો સજ્જડ બંધ રાખી વિશાળ હાજરી સાથે સોના ચાંદી એશોસીએશન ના પ્રમુખ ડીડી જ્વેલર્સ શો રૂમ વાળા દેવેનભાઈ ધોળકિયા ની આગેવાની નીચે મામલતદાર કચેરી ખાતે જઈ ને મામલતદાર નિખિલભાઈ મહેતા ને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો
આ પ્રસંગે ઉપપ્રમુખ જયેશભાઈ ભીંડી સહિત સુનિલભાઈ ધોળકિયા આશિષભાઈ રાજપરા સંજયભાઈ રાણીંગા મનીષભાઈ રાજપરા કેશુરભાઈ ઘઘડા ગોપાલભાઈ રાજપરા સત્યેનભાઈ ચાવડા મનીષ રાજપરા આકાશભાઈ રાણીંગા સહિતના આગેવાનો વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર ભોલુ રાઠોડ ઉપલેટા)
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
