<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

આંખે પાટાને મનમાં દ્વારકાધીશના સ્‍મરણ સાથે જામનગરના કૃષ્ણભકતે આંખે પાટા બાંધી ત્રણ દિવસમાં પગપાળા દ્વારકા યાત્રા સંપન્ન કરી

 

(વિનુભાઇ સામાણી દ્વારા) તા. ર૬: કરોડો સનાતનધર્મીઓની આસ્‍થાના પ્રતિકસમા દ્વારકાધીશ મંદિરે દર વર્ષે લાખો ભાવિકો ઠાકોરજીને માથુ ટેકવવા આવતા હોય છે. આ વખતના ફુલડોલ ઉત્‍સવમાં સહભાગી થવા હજારો ભાવિકો દ્વારકા આવવા પગપાળા નિકળી પડયા છે ત્‍યારે બોટાદના સંજયની જેમ જામનગરના કળષ્‍ણભકતે આજથી ત્રણ દિવસ પૂર્વે આંખે  પાટા બાંધી દ્વારકા યાત્રાધામની પગપાળા યાત્રા શરૂ કરી હતી. દિવસ બાદ આજરોજ દ્વારકા યાત્રાધામ પહોંચી કાનદાસ બાપૂના આશ્રમથી આંખે પાટા સાથે હાથ જોડી શરીર આળોટીને જગતમંદિર સુધીની યાત્રા સંપન્ન કરી હતી. સહયોગી પરિવારજનો અને મિત્રમંડળના સથવારે દ્વારકાધીશ મંદિરે ઠાકોરજીના દરબારમાં પહોંચી શ્રીજીના દર્શન કરી કઠોર તપસ્‍યા સમાન અનોખી પદયાત્રા પૂર્ણ કરી હતી.(તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:46 AM IST)