News of Thursday, 26th February 2026
જૂનાગઢના વૃધ્ધ અને તેના પુત્રને વ્યાજખોરની ધમકી
૧.૬૦ વ્યાજે લઈ ૬ લાખ ચૂકવી દીધા છતાં ધમકી આપતા ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૬: માંગનાથ રોડ પર આવેલ ચિન્મય એપાર્ટમેન્ટમાં રહેતા હરેશભાઇ બચુભાઇ કોટક ઉવ. ૫૬ નામના વળધ્ધે જૂનાગઢની ગીરીરાજ સોસાયટીમાં રહેતા ડેનીશ ઇશ્વરલાલ જસ્ટીન નામના શખ્સ પાસેથી પોતાના બાળકોની ફી ભરવા તેમજ ધંધા માટે રૂપીયાની જરૂરત પડતા તા.૦૧/૦૬/૨૧ના રોજ છુટક છુટક કુલ રૂ.૧.૬૦ લાખ વ્યાજે લીધેલ હતા.
જેના બદલામાં હરેશભાઈએ આજદિન સુધીમાં વ્યાજ સાથે મળી કુલ રૂ.૬,૦૪,૮૦૦ ચુકવી આપ્યા હતા તેમ છતા વ્યાજખોર ડેનીશ ઇશ્વરલાલ જસ્ટીને વળધ્ધ તથા તેના પુત્ર વગેરેને અવાર નવાર ફોન તેમજ વોટસએપમા મેસેજ કરી હજુ પણ તમારે વ્યાજના રૂ.૨.૧૧ લાખ આપવાના બાકી છે તેમ કહી બળજબરીથી વધુ રૂપીયા કઢાવવા માટે ફોન ઉપર ગાળો આપી અને રૂપીયા નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે ગઈકાલે હરેશભાઈ કોટકે ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ પીએસઆઇ ડી.બી. જોશીએ હાથ ધરી હતી.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
