<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

સાવરકુંડલાના સેન્‍ટર પોઇન્‍ટ શોપિંગ સેન્‍ટરમાં આગ લાગતા દોડધામ

ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી : ફાયર સેફટીની સુવિધા ન હતી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૬: સાવરકુંડલા શહેર જૂના બસ સ્‍ટેન્‍ડ પાસે આવેલ સેન્‍ટર પોઇન્‍ટ શોપિંગ સેન્‍ટરની બીજા માળની દુકાનમાં ૯.૩૦ કલાકના સુમારે એકા એક આગ લાગવાની ઘટના બનેલ હતી આ બનાવની જાણ થતા શહેરમાં અરેરાટીની લાગણી વ્‍યાપી જવા પામી હતી આ આગ વધુ વિકરાળ સ્‍વરૂપ ધારણ કરે તે પહેલા નગર પાલિકાનું ફાયર ફાયટર સ્‍ટાફ સાથે આગ લાગવાના બનાવ સ્‍થાને પહોંચી ગયેલ હતા પાલિકાના ફાયર ફાઇટરમાં ટેકનિકલ ફોલ્‍ટ હોવા થી બીજું ફાયર ફાઈટર બોલાવું પડ્‍યું હતું અને શહેરના સેવાભાવી આગેવાનો ઘટના સ્‍થળે પણ પહોંચી ગયેલ હતા.

 આ આગ લાગવાના બનાવનું કારણ શું તે ચોક્કસ જાણવા મળેલ નથી પરતુ શોપિંગ સેન્‍ટરમાં લાગેલી આગ કાબુમાં આવી ગઈ હતી. 

આગ લાગેલ તે દુકાન શેની હતી અને કેટલું નુકશાન થયું અને આગ કયાં કારણો લાગી તે જાણવા મળેલ નથી.

આ સેન્‍ટર પોઇન્‍ટમાં ફાયર શેપ્‍ટીની સુવિધા પણ ન હતી તેવું જાણવા મળેલ છે

(1:39 PM IST)