<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

જામનગરમાં સવાચાર લાખનો વિદેશી દારૂ કબ્‍જે

 

જામનગર, તા. ર૬: ગોકુલ દર્શન સોસાયટી ગેઇટ નંબર ૧ શેરી નંબર ૫ મા રહેતો કપીલ ધર્મેન્‍દ્રભાઇ મંગી નામના માણસો પોતાના કબ્‍જા ભોગવટાના રહેણાક મકાનમાં દારૂની બોટલો રાખી વેચાણ કરે છે. તેવી હકીકત મળતા રેઇડ કરતા આરોપી કપીલભાઇ ભાનુશાળી ઉ.વ ૨૫ ધંધો મજુરી રહે. રણજીતસાગર રોડ ગોકુલ દર્શન સોસાયટીના ગેઇટ નંબર ૧ શેરી નંબર ૫ જામનગર વાળો હાજર મળી આવતા તેના રહેણાંક મકાનની ઝડતી કરતા મકાન માંથી દારૂની અલગ અલગ બ્રાન્‍ડની કાચની બોટલ નંગ-૪૬૮ કિ.રૂ.૪,૨૩,૬૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ રૂ.૪,૨૮,૬૦૦/- ના મુદામાલ મળી આવતા તપાસ અર્થે કબ્‍જે કરેલ છે. તેમજ સદરહુ વિદેશી દારૂ પુરો પાડનાર તરીકે કૌશીક ઇશ્વરભાઈ કનખરા તથા સંદીપ રાજેશભાઈ સોમૈયા રહે.બન્ને જામનગર વાળાઓને શોધવા તજવીજ ચાલુ છે.

આ કામગીરીમા પોલીસ ઇન્‍સ. એન.એ.ચાવડા તથા પો.હેડ.કોન્‍સ પ્રદીપસિહ ટેમુભા જાડેજા તથા વિજયભાઇ બળદેવભાઇ કાનાણી તથા પો.કોન્‍સ. રૂષીરાજસિહ લાલુભા જાડેજા તથા કીશોરભાઇ ભુટાભાઈ ગાગીયા તથા ખોડુભા કનુભા જાડેજા તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા તથા દિવ્‍યરાજસિહ નવલસિહ જાડેજા દ્વારા કરવામા આવેલ છે

(1:23 PM IST)