તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
જામનગર-કચ્છ જિલ્લામાં ડ્રગ્સ સામે લાલ આંખઃ બે વર્ષમાં ર૪૪ની ધરપકડ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૬: જામનગર અને કચ્છ જિલ્લામાંથી પકડાયેલ ડ્રગ્સ બાબતે આપના સભ્ય હેમંતભાઇ ખવા દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, તા. ૩૧/૧ર/રપની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંજો ૮ કિલો, ચરસ પ કિલો, એમ.ડી. પાવડર પ૧ ગ્રામ, ૧૩ કિલો ૪૦૦ ગ્રામ ગાંજો પકડવામાં આવ્યો છે.
આ ઉપરાંત શોષ ડોડા, અફીણ, કોકેઇન વગેરે નશીલા પદાર્થ મોટી માત્રામાં પકડવામાં આવી છે. આમ કુલ ૧ હજાર કિલો ઉપરનો જથ્થો પકડવામાં આવેલ છે. કુલ ૩ હજાર કરોડ ઉપરની રકમ થાય છે.
આ અંગે જામનગરમાંથી ૪ર ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. જયારે કચ્છમાંથી વર્ષ ર૪ માં ૭૦ અને વર્ષ રપ માં ૧૩ર ની ધરપકડ કરવામાં આવી છે
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
