<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ખંભાળિયા નજીક રીક્ષાની ઠોકરે મહિલાનું મૃત્‍યુ : દંપતિ ખંડિત

માનસિક બીમારીથી કંટાળીને મહિલાએ જિંદગી ટૂંકાવીઃ કેન્‍સરની બીમારીથી કંટાળેલા વરવાળાના યુવાને અગ્નિસ્‍નાન કર્યું

જામ ખંભાળિયા, તા. ૨૬:  કજૂરડા ગામના પાટીયા પાસેથી જી.જે. ૩૭ કયુ ૩૭૦૯ નંબરના સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલ પર બેસીને વાડીનારથી ખંભાળિયા તરફ જઈ રહેલા રફિકભાઈ તથા ફિરોઝાબેન નામના દંપતીના મોટરસાયકલ સાથે બજાજ રિક્ષાના ચાલકે સામેથી ઠોકર મારતા  દંપતીને વધુ સારવાર જામનગરની જી.જી. હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં ફિરોજાબેનનું સારવાર દરમિયાન મળત્‍યુ નિપજ્‍યું હતું. જ્‍યારે તેમના પતિ રફિકભાઈને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

અકસ્‍માત સર્જીને આરોપી રિક્ષા ચાલક નાસી છૂટયો હતો. આ સમગ્ર બનાવ અંગે મળતક ફિરોજાબેનના નાનાભાઈ અમીનભાઈ દાઉદભાઈ ચમડિયા (ઉ.વ. ૨૬, રહે. વાડીનાર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બજાજ રિક્ષાના ચાલક સામે  તપાસ હાથ ધરી છે.

ખંભાળિયામાં  ગુલાબ નગર ટેકરી વિસ્‍તારમાં રહેતા જેતૂનબેન ગફારભાઈ વડગામા નામના વળદ્ધ મહિલા છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય અને તેમની જામનગર તથા રાજકોટની હોસ્‍પિટલની ચાલી રહેલી સારવાર વચ્‍ચે આ બીમારીથી કંટાળીને તેમણે લાકડામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લેતા સારવાર દરમિયાન તેમનું મળત્‍યુ નિપજ્‍યું હતું. આ બનાવ અંગેની જાણ ગુલામ મુસ્‍તફા ગફારભાઈ વડગામાએ અહીંની પોલીસને કરી.

ઓખા મંડળના વરવાળા વિસ્‍તારમાં રહેતા નીતિનભાઈ રવજીભાઈ પાણખાણીયા નામના ૪૨ વર્ષના પ્રજાપતિ યુવાન છેલ્લા આઠેક મહિનાથી કેન્‍સરની બીમારીથી પીડાતા હોય, આ બીમારીથી કંટાળીને તેમણે પોતાના ઘરે પોતાના હાથે પેટ્રોલ છાંટીને દીવાસળી ચાંપી લેતા તેમનું ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મળત્‍યુ નિપજ્‍યું હતું. આ બનાવ અંગેની જાણ કપિલભાઈ રવજીભાઈ ગોહેલ (ઉ.વ. ૩૫) એ દ્વારકા પોલીસને કરી છે.

સુદર્શન સેતુ પર ડ્રોન વડે શુટીંગ

કરતા શખ્‍સ સામે કાર્યવાહી

ઓખા મંડળમાં આવેલા સુદર્શન બ્રિજ વિસ્‍તારમાં ડ્રોન વડે શૂટિંગ કરવાની મનાઈ હોય, અને આ અંગેના પ્રસિદ્ધ થયેલા જાહેરનામા વચ્‍ચે અમદાવાદના રહીશ દીપકકુમાર મહેન્‍દ્રકુમાર પટેલ (ઉ.વ. ૨૬) એ ડ્રોન વડે સુદર્શન બ્રિજ વિસ્‍તારમાં શૂટિંગ કરતા આ અંગે ઓખા મરીન પોલીસે ઉપરોક્‍ત શખ્‍સ સામે જાહેરનામા ભંગની કલમ ૨૨૩ હેઠળ કાર્યવાહી કરી હતી.

(1:40 PM IST)