<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

જામનગરમાં આગામી 1 માર્ચના યોજાશે વિરાટ હિન્દૂ સંમેલન : સ્વસ્તિક વસ્તીમાં યોજાનાર સંમેલનમાં મહાઆરતી, બાળકોની વેશભૂષા, હનુમાન ચાલીસા અને બૌદ્ધિક પ્રવચન યોજાશે

આ કાર્યક્રમમાં વિસ્તારના બહેનોએ આરતી અને દીપ ઘરેથી લાવવાના રહેશે : ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે : મહાપ્રસાદની આયોજકો દ્વારા વ્યવસ્થા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬

જામનગરના સરદાર ઉપનગર ની સ્વસ્તિક સદગુરુ વસ્તી દ્વારા આગામી ૧ માર્ચના વિરાટ હિન્દૂ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેના આયોજન માટે હાલ તડામાર ત્યારીઓ ચાલી રહી છે જે માટે ની બેઠકમાં મોટી સંખ્યામાં વિસ્તારના ભાઈ બેહનો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં કુલ ૮૮ વસ્તીઓમાં યોજાનાર વિરાટ હિંદુ સમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં હિન્દૂ જાગૃત થાય અને સંગઠિત બને તેનો રહેલો છે ત્યારે સ્વસ્તિક અને સદગુરુ વસ્તીનું વિરાટ હિન્દૂ સંમેલન વાલેશ્વરી મહાદેવ મંદિર નજીક,ઝી ટાવર સામે આગામી ૧માર્ચના યોજાનાર છે જેના વિસ્તારના બાળકોની વેશભૂષા રાખવામાં આવી છે તેમજ, મહાઆરતી,હનુમાન ચાલીસા અને મુખ્ય વક્તા નિવૃત ડિસ્ટ્રીકટ જજ હિતાબેન ભટ્ટ તેમજ કે.પી.શાહ લો કોલેજના પ્રિન્સિપાલ પ્રો.વિમલભાઈ પરમાર દવારા બૌદ્ધિક રજૂ કરવામાં આવશે.

 

આ કાર્યક્રમમાં વિસ્તારના બહેનોએ આરતી અને દીપ ઘરેથી લાવવાના રહેશે અને કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે,કાર્યક્રમ પૂર્ણ થયે મહાપ્રસાદની આયોજકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, વધુ વિગત માટે વિરાટ હિન્દૂ સંમેલન ના અધ્યક્ષ કે.પી.સરવ્યા  9712733777 અને ઉપાધ્યક્ષ જવાહરભાઈ મેહતા   

  9427769623ખજાનચી જ્યૂભાઈ પારેખ 9427572232 નો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

(4:15 PM IST)