<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

મોરબી ધો. 5 ના વિદ્યાર્થી મનનની અનેરી સિદ્ધિ, અભિનંદન વર્ષા.

રાજ્ય બોર્ડ દ્વારા લેવાયલ કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ 2026-27 માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા સાથે 90 ગુણ પ્રાપ્ત કર્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરના નલિની વિદ્યાલયમાં ધો. 5 માં અભ્યાસ કરતા મનન નિલેશભાઈ ઉવાસદાએ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લેવાયલ કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ 2026-27 માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા સાથે 90 ગુણ પ્રાપ્ત કર્યા છે. આ ઉત્તમ પરિણામથી શાળા, પરિવાર મનાને શાળા, પરિવાર તેમજ વ્યાસ સમાજનું નામ રોશન કર્યું છે. 

 નાનપણથીજ અભ્યાસમાં પુર્ણ રસ રુચિ ધરાવતા મનને જાતમહેનત અને આગાવી સુજબુજ અને લગનથી આ સિદ્ધિ હાંસલ કરી છે. અને આ સિદ્ધિ મળવા બદલ શાળાના શિક્ષકમંડળ, સંચાલક મંડળ તેમજ શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબી, વ્યાસ સમાજે અભિનંદન પાઠવવા સાથે મનનને ઉત્તરોતર પ્રગતિ કરતો રહે,, ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.

(12:25 AM IST)