<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં શુદ્ધ પાણી આપવા માટે ક્લોરીન ડોસીંગ સીસ્ટમની શરૂઆત.

અંદાજે ૨.૩૫ કરોડના ખર્ચે આ ક્લોરીન ડોસીંગ સીસ્ટમ મોરબી મહાનગર પાલિકાની વોટરવર્કશ શાખા દ્વારા કામગીરી

( પ્રવિણ 2વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકામાં સમાવેશ થતાં હદવિસ્તારમાં શુદ્ધ ક્લોરીનેશન કરેલ પાણી પુરવઠો આપી શકાય તે માટે ક્લોરીન ડોસીંગ સીસ્ટમ લગાવવા માટે અંદાજીત DPR બનાવીને સરકારમાં મંજુરી અર્થે સમગ્ર પ્રોજેક્ટ મોકલ્યો હતો, અંદાજે ૨.૩૫ કરોડ ના ખર્ચે આ ક્લોરીન ડોસીંગ સીસ્ટમ મોરબી મહાનગર પાલિકાની વોટરવર્કશ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી છે, જેની સૈધ્ધાંતીક મંજુરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા પુર્ણ કરીક્લોરીન ડોસીંગ સીસ્ટમની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.

  જાહેર આરોગ્ય,  સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને આગળ વધારતાં, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં તેમજ પંપીગ સ્ટેશનમાં અદ્યતનક્લોરીન ડોસીંગ સિસ્ટમસફળતાપૂર્વક સ્થાપિત કરી કાર્યરત કરવામાં આવી  છે. આ ક્લોરીન ડોસીંગ સિસ્ટમ નીચે દર્શાવેલ  ફિલ્ટર પ્લાન્ટ અને પંપીગ સ્ટેશન પર લગાવેલ છે. જેથી મોરબીમહાનગરપાલિકાહદવિસ્તારમાં શુદ્ધ પાણી ક્લોરીનેશન કરેલ પાણી શહેરીજાનો ને મળી રહેશે. આ કામગીરીથી મોરબી રહેવાસીઓને શુદ્ધ પાણીનો પુરવઠો મળી રહેતા તમામ વિસ્તારોમાં શુદ્ધપાણી પુરવઠો મોરબીમહાનરપાલિકા દ્વારા પૂરો પાડવામાં આવતા પાણી જન્ય થતાં રોગોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે.

(12:57 AM IST)