હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છમાં ઝડપાયેલ અફીણની ખેતીમાં ૯.૪૨ કરોડની કિંમતના ગાંજાના ૬૦૦૦કીલો વજનના ૧ લાખથી વધુ છોડવા જપ્ત : રાજ્યનો સૌથી મોટો દરોડો
આડેસર પોલીસ સ્ટેશનથી ૧૭ કિમી દૂર સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર, ત્રણ આરોપીઓ ઝડપાયા, ૪ દિવસ અને ૪ રાત સુધી પોલીસે કરી કામગીરી

રાજકોટ, તા.૨૭: રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ ડ્રગ્સ સામેની ઝુંબેશને વધુ અસરકારક બનાવવા સખત કેદ, બિન જામીન પાત્ર ગુના સાથે મિલ્કત જપ્તી જેવા આકરા પગલાં ભરતા કાયદાનું આયોજન ઘડવું જરૂરી છે. કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કચ્છના રાપર તાલુકાના આડેસર ગમે પાડવામાં આવેલા દરોડાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર સર્જી છે. અહીં આડેસર પોલીસ સ્ટેશનથી માત્ર ૧૭ કિમી દૂર બે એકર સરકારી જમીનમાં ગાંજાનું વિક્રમી વાવેતર ઝડપાયું છે. ભીમાસર ભુટકિયા ગામના ત્રણ આરોપીઓ પ્રભુભાઈ ભાણાભાઈ સોઢા, ઈશ્વરભાઈ ડાહ્યાભાઈ ગોયલ, મનસુખ વજાભાઈ ગોયલે કાયદાનો ડર રાખ્યા વિના બિન્દાસ્ત કાયદેસર ખેતીની જેમ જ પ્રતિબંધ હોવા છતાંય ગાંજાની ખેતી કરી. એ પણ જંગી માત્રામાં. સતત ૪ દિવસ અને ૪ રાત પોલીસે કામગીરી કરી ત્યારે આ દરોડાની કામગીરી પૂર્ણ થઈ. કુલ ૯ કરોડ ૪૩ લાખ રૂપિયાના ૬ હજાર ૩૦૦ કીલો ગાંજાના છોડ જપ્ત કરાયા. પરંતુ સવાલ એ છે કે, ગાંજાના છોડ કમર સરખા થઈ ગયા હતા એટલે એનું વાવેતર ૬ મહિના પહેલા થઈ ગયું હતું તો આટલી જંગી માત્રામાં વાવેતર આડેસર પોલીસને ધ્યાને કેમ નહીં આવ્યું હોય. ગાંજા માંથી અનેક પ્રકારના નશીલા ડ્રગ્સ બનતા હોઈ ગાંજાનો સમાવેશ નાર્કોટિક્સ ડ્રગ્સ એક્ટ હેઠળ થાય છે. જોકે, પોલીસ તપાસમાં હવે વધુ શું ખુલે છે એ જોવું રહ્યું? આ ગાંજા અને અફીણનું વેંચાણ કયાં કરવાનું હતું આરોપીઓ અગાઉ આવા ગુનાઓ આચરી ચૂકયા છે કે કેમ?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
