<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની સિઝનની રેકોર્ડ બ્રેક ૩૦ હજાર ગુણીની આવક

ગોંડલ,તા.૨૭: સૌરાટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ કરવામાં આવી હતી. યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઇ ઢોલરીયા એ જણાવ્‍યું હતું કે નવા ઘઉંની પુષ્‍કળ આવક થતા યાર્ડ ઘઉંથી છલકાયું હતું. યાર્ડમાં ગીર સોમનાથ, જૂનાગઢ પોરબંદર સહિત સૌરાષ્‍ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો ઘઉં લઈને આવ્‍યા હતા. ઘઉંની પુષ્‍કળ આવક સાથે સિઝનની રેકોર્ડ બ્રેક ૩૦ હજાર ગુણીની આવક થઈ હતી. જેમાં ખેડૂતોને ૨૦ કિગ્રા ના ૫૦૦ થી લઈને ૬૫૦ સુધીના ભાવ મળ્‍યા હતા. હાલ ઘઉંની આવક રાબેતામુજબ ચાલુ છે તેવું યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઇ ઢોલરીયા એ જણાવ્‍યું હતું. (તસ્‍વીર ભાવેશ ભોજાણી, ગોંડલ)

(10:39 AM IST)