<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

જુનાગઢ રેન્‍જ મહિલા પીઆઈની ફરજ રૂકાવટના ગુનામાં પણ કીર્તિ પટેલ મુક્‍ત

તાલુકા પોલીસમાં હાજર થતા પૂછપરછ કરી નિવેદન લેવાયું

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૭: જુનાગઢ રેન્‍જ મહિલા પીઆઈની ફરજ રૂકાવટના ગુનામાં પણ કીર્તિ પટેલ ગઈકાલે તાલુકા પોલીસ મથકમાં હાજર થતા પોલીસે પૂછપરછ કરી અને નિવેદન લઇ તેને મુક્‍ત કરી દીધી હતી.

મહાશિવરાત્રી લઘુ કુંભ મેળાની અંતિમ રાત્રે ભવનાથ મંદિર ખાતેના મળગીકુંડમાં સાધુ સંતો સાથે ભગવાન વષાો પહેરીને વિવાદસ્‍પદ ૩૮ વર્ષીય કીર્તિ રણછોડભાઈ અડાલજા પટેલે તાાન કર્યું હતું અને આ દરમિયાન જૂનાગઢ રેન્‍જ કચેરીના મહિલા પીઆઈ કે. જે. મોડની ફરજમાં રૂકાવટ કરી ધમકી આપી હતી. જે અંગે ભવનાથ પોલીસ સ્‍ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને જેની તપાસ તાલુકા પોલીસને સોંપવામાં આવી હતી.

આ કેસમાં હાજર થવા કીર્તિને પોલીસ દ્વારા નોટિસ અપાઇ હતી.

ગઈકાલે કીર્તિ તેના વકીલ સાથે હાજર થતા તપાસનીશ મહિલા પીઆઇ એફ. બી. ગગનીયાએ પૂછપરછ કરી નિવેદન નોંધ્‍યું હતું. બાદમાં કીર્તિને જવા દેવાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુવકને બળાત્‍કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૨૦ લાખની ખંડણી માંગવાના તેમજ ધાર્મિક લાગણીને ઠેસ પહોચાડવાના કેસમાં નોટિસ આપી નિવેદન લઈ કીર્તિ પટેલને પોલીસે મુક્‍ત કરી હતી.

(10:41 AM IST)