<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

મીઠાપુર પંથકમાં પોણા સાત લાખનો દારૂ ઝડપાયો

ભીમરાણાનો શખ્સની કારમાં રાખેલ બોટલો સાથે ધરપકડ

 

ખંભાળીયા તા.૨૭: મીઠાપુરના ભીમરાણાગામ નવાપરા વિસ્તારમાં ઋષીરાજસિંહ કારૂભા વાઢેર રહે.-ભીમરાણાગામ વાળાએ એક સફેદ કલરની ક્રેટા કારમાં દારૂનો જથ્થો રાખેલ હોય જે હકીકતના આધારે રેઇડ કરતા બોટલ નંગ-પ૨૮ જેની કી.રૂ.૬,૬૨,૪૦૦/-નો પ્રોહી. મુદ્દામાલ તથા હ્યુન્ડાઈ કંમ્પનીની ક્રેટા કાર જીજે-૩૭-જે-૨૫૭૬ વાળી ફોરવ્હીલની કી.રૂ.૫,૦૦,૦૦૦/- એમ કુલ મુદામાલ કિ.રૂ.૧૧,૬૨,૪૦૦/- નો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

રેઈડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલ ૭૫૦ એમ.એલ. કુલ બોટલ નંગ-૨૦૪ જેની કિ.રૂ. ૨,૨૪,૪૦૦/-, ૭૫૦ એમ.એલ. શીલબંધ કુલ બોટલ નંગ-૧૫૬ જેની કિ.રૂ. ૨,૦૨,૮૦૦/-, ૭૫૦ એમ.એલ કુલ બોટલ નંગ-૧૫૬ જેની કિ.રૂ. ૨,૦૨,૮૦૦/- ફોરવ્હીલની કી.રૂ.૫,૦૦,૦૦૦/- એમ કુલ મુદામાલ કિ.રૂ.૧૧,૬૨,૪૦૦/- નો છે.

આ કામગીરી પો. ઈન્સ. ડી.એન.વાંઝા (મીઠાપુર), એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ કીશોરસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. મહીરાજદાન મનહરદાન ગઢવી, પો.કોન્સ. જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, ધર્મદીપસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા, અનિલભાઇ વરસિંગભાઇ ડોડીયાએ કરી હતી

(11:01 AM IST)