હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 27th February 2026
કાલાવડના આણંદપરમાં હલરમાં ફસાઇ જતાં પૂજાબેનને ગંભીર ઇજા
મુળ મધ્યપ્રદેશની મહિલા રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૨૭: કાલાવડના આણંદપર ગામે આવેલી મેહુલભાઇની વાડીમાં પરિવાર સાથે રહી મજૂરી કરતી પૂજાબેન અનિલભાઇ વાસ્કલે (ઉ.વ.૨૪) સાંજે ચારેક વાગ્યે વાડીમાં હલરમાં વટાણા કાઢવાનું કામ ચાલુ હોઇ ત્યાં મજૂરી કરતી હોઇ તેના ઓઢણાનો છેડો હલરના પટ્ટામાં ફસાઇ જતાં પોતે પણ ઓઢણા સાથે ખેંચાઇને હલરમાં ફસાઇ જતાં માથામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. પૂજાબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે. પોતે મુળ મધ્યપ્રદેશની છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
