હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હિંદ મહાસાગરમાં ૨૦૨૬નું પ્રથમ સુપર સાયકલોન ઉદભવ્યુ
હજુ શિયાળાની પુરી વિદાય થઇ નથી ત્યાં જ : આગામી મોન્સુન ૨૦૨૬માં ગ્લોબલ વોર્મિંગની અસરે ચક્રાવાતો વધુ ઉદભવે અને પ્રીમોન્સુનનું આગમન પણ વહેલું થવાની સંભાવના રહે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૭: ‘ઇટસ ટુ મોરો ન્યુઝ' ચેનલના જણાવ્યા અનુસાર હિંદ મહાસાગર સ્થિત સાયકલોન ‘હોરાસીયો' (HORACIO) ૨૦૨૬નું ઉદભવેલ પ્રથમ સુપર સાયકલોન છે. કારણ કે ૩૬૦ કિ.મી. પ્રતિ કલાકની ભયંકર ગતિ સાથે સાથેનું આ ચક્રાવાત કેટેગરી ફાઇવમાં ગણનાપાત્ર હોઇ, મડાગાસ્કર સહિત ભારે તબાહી સર્જનારૂ સાબિત થશે. હિંદ મહાસાગરમાં હોવા છતા આ ચક્રાવાત ભારતથી ઘણુ દુર હોઇ, અને ભારત સુધી પહોંચનાર ન હોઇ, તે આપણા માટે નુકશાનકર્તા તો સાબિત નહી થાય પણ ચેનલમાં દર્શાવાયેલ ભીતિ મુજબ ભારતના દક્ષિણના રાજયોમાં આ ચક્રાવાતા પરીઘની અસરથી વરસાદ વરસી શકે છે. જો કે આ સુપર સાયકલોન હવે ક્રમશઃ નબળી પડતી જશે.
કહેવાનું તાત્પર્ય એ છે કે હજુ ર૦ર૬ નું મોન્સૂન ઘણુ દુર છે. શિયાળો હજુ વિદાય લઇ રહ્યો છે, ઉનાળે હજુ બાકી છે ત્યાં જ આટલુ ખતરનાક સ્તરનું પ્રથમ વાવાઝોડુ ઉદ્્ભવે એ રેડ સિગ્નલ છે. આવનારા દિવસો માટે ગ્લોબલ વોર્મિંગની અસરે સમુદ્રોની સપાટીનું તાપમાન જેમ ઉંચુ જશે તેમ તેમ વધુ ને વધુ ચક્રાવતો ઉદ્્ભવી શકે છે. ચક્રાવતોનું પ્રમાણ અધિક રહેવાની સંભાવના વધી શકે. આ પણ હકિકત છે કે ઓણસાલનો શિયાળો આપણે સામાન્ય રહ્યો અને ભર શિયાળે પણ અપેક્ષિત ઠંડી પડી જ નથી. જે એ સુચવે છે કે, આવી રહેલા ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધુ ઉગ્ર રહી શકે છે.
સમુદ્રોની સપાટીનું તાપમાન વધુ ઉંચે જશે જેથી સાયકલોનિક સીસ્ટમો વધુ બનશે. અને મોન્સૂન આવતા પહેલા પ્રીમોન્સૂનનું વહેલું આગમના દેખા દેશે.
આવનારા ચોમાસા દરમ્યાન વાવાઝોડાઓ ઉદ્્ભવશે. તેના કેવા કેવા નામો હશે ? તે જોઇએ તો, એશિયાના ૧૩ દેશો દ્વારા નામકરણ કરાયેલા વાવાઝોડાના નામોનું નવું લીસ્ટ આ મુજબ છે. કૌંસમાં કયા દેશે ચો નામ સુરાવ્યુ છે તે દર્શાવાયેલ છે. - અર્નબ (ARNAB બાંગ્લાદેશ) મુરાસુ (MURASU-ભારત) અકવાન (AKVAN-ઇરાન), કાની (KANNI-માલદિવ), નમામન (NGAMAN-મ્યાનમાર), સ્માઇલ (SAIL-ઓમાન), સા-હબ (SA-HAB-પાકિસ્તાન) લુલુ (LULU- કતર) ગાઝીર (GHAZEER - સાઉદી અરેબીયા) ગીગુમ (GIGUM- શ્રી લંકા) થીયાનકોટ (THIAN-YOT-થાઇલેન્ડ) આફુર (AAFOOR- યુએઇ) દિકસમ (DIKSAM-યમન) આ ઉપરાંત વધુમાં ભારત દ્વારા નામકરણ કરાયેલ વાવાઝોડાનું એક વધુ નામ છે આગ (AAG)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
