હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉના સુગર ફેકટરીના કામદારોની બાકી રકમ ચુકવવા સુપ્રીમ કોર્ટનો હુકમ
૬૦૦થી વધુ કામદારોને તેના હકક-હિસ્સાના ર૩ કરોડ ચુકવાશેઃ હકક હિસ્સાની રકમ સીધી કામદારોના બેન્ક ખાતામાં જમા થાય તેના આગોતરા આયોજન માટે રવિવારે કામદારોની મીટીંગ

ઉના, તા. ર૭: બંધ સુગર ફેકટરીના કામદારોને તેના હકક-હિસ્સાની ચુકવવાની બાકી રકમ ર૩ કરોડ ચુકવી આપવા સુપ્રીમ કોર્ટે હુકમ કરતા સુગર ફેકટરીના કામદારો અને તેના પરિવારમાં ખુશી છવાય ગઇ છે.
ઊના તાલુકા ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. ઊના સુગર ફેક્ટરી ના સંચાલકો ના અણઘડ વહીવટ ને કારણે ૨૦૦૦ની સાલ માં બંધ કરી દીધી હતી અને ફડચા માં ગઈ હતી આ સુગર ફેક્ટરી માં કામ કરતા ૬૦૦થી વધુ કામદારો ના ૪૦ વર્ષ ઉપરાંત ના હક્ક હિસ્સા ના રકમ આપવવા સૌરાષ્ટ્ર મજૂર મહાજન સંઘ રાજકોટ, ના પ્રધાન મંત્રી દિલીપભાઈ ઠાકર અને મંત્રી વિજયભાઈ ટીંબડીયા લડત આપી હતી.
નામદાર મજૂર અદાલત, જૂનાગઢ ઔદ્યોગિક અદાલત રાજકોટ, તથા ગુજરાત હાઇકોર્ટ, તથા નામદાર સુપ્રીમ કોર્ટે સમક્ષ કરેલ રજૂઆત અને લડત બાદ અંતે નામદાર સુપ્રીમ કોર્ટે એ કામદારો ના પક્ષે ચુકાદો આપી. કામદારો ના નિયત કરાયેલા કાયદેસર ના ૧૦૦ટકા હક્ક હિસ્સા ને માન્ય રાખતા ૬૦૦કામદારો વચ્ચે રૂપિયા ૨૩ કરોડ મળવા પાત્ર હોય તુરંત ચૂકવી આપવા આદેશ કરતા તાત્કાલિક રકમ ચૂકવાય તે માટે આગમી તા. ૧ માર્ચને રવિવારે બપોરે ૪ વાગે ઊના સુગર ફેક્ટરી પાસે આવેલ સિધ્ધનાથ મહાદેવ મંદિર ના કમ્પાઉન્ડ સામુહિક મિટિંગ કામદારો ની રાખેલ છે.
આ મીટીંગમાં વિજયભાઈ ટીંબડીયા અને કામદારના પ્રતિનિધિ ભગવાનભાઈ બાંભણિયા અને અન્ય પ્રતિનિધિઓ હાજરી આપી કામદારો ના હક્ક હિસ્સા ની રકમ ડાયરેક્ટ કામદારો ના બેંક ખાતામાં જમા થાય તેનું આગોતરું આયોજન કરવાનું હોય તમામ ઊના સુગર ફેક્ટરી ના કામદારો એ હાજરી આપવા અપીલ ેક યાદીમાં કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર મજુર મહાજન સંઘ, રાજકોટના પ્રધાનમંત્રી દિલીપભાઇ ઠાકર અને મંત્રીશ્રી વિજયભાઇ ટીમ્બડીયાએ નામ. મજુર અદાલત, જુનાગઢ, ઔદ્યોગીક અદાલત, રાજકોટ તથા નામ. ગુજરાત હાઇકોર્ટ તથા નામ. સુપ્રિમ કોર્ટ સમક્ષ કરાયેલ સફળ રજુઆતના અંતે નામ. સુપ્રિમકોર્ટ દ્વારા તા. ૩ ફેબ્રુઆરીના હુકમથી કામદારોના નિયત કરાયેલ કાયદેસરના ૧૦૦ ટકા હકક-હિસ્સાને માન્ય રખાતા, ૬૦૦ કામદારો વચ્ચે રૂપિયા ર૩ કરોડ મળવાપાત્ર થયેલ છે.
નવીન જોષી
ઉના









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
