<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

દ્વારકામાં ફુલડોલ ઉત્‍સવ મનાવવામાં આવતા લાખો ભાવિકોને આવકારવા તંત્ર દ્વારા તડામાર તૈયારી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ર૭ :  યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી, ફુલડોલ ઉત્‍સવ મનાવવા રાજયભરમાંથી પગપાળા, રેલ રોડ રસ્‍તે લાખો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઇ રહ્યો હોય ત્‍યારે યાત્રિકોને સરળતાથી દર્શન થઇ શકે તે હેતુ યાત્રિકોની સલામતી, સગવડતા, સફાઇ, વ્‍યવસ્‍થાની જાળવણી હેતુ વિવિધ વ્‍યવસ્‍થા તંત્ર દ્વારા સમન્‍વય યોજી આગામી તહેવારો અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

યાત્રીકોને સ્‍વર્ગ દ્વારેથી પ્રવેશ - મોક્ષ દ્વારેથી નિકળશે

રીલાયન્‍સ રોડ, કિર્તી સ્‍તંભ પાસેથી દર્શનાર્થીઓને કતારબધ્‍ધ રીતે શ્રદ્ધાળુઓને પ૬ સીડી વાટે સ્‍વર્ગ દ્વારેથી પ્રવેશ આપવામાં આવશે. જગતમંદિરમાં દર્શન બાદ મોક્ષ દ્વારેથી પરત નીકળવાનું રહેશે એ રીતે આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત જગતમંદિર પરિસર સહિત ઠેરઠેર બેરીકેટસ, મંડપ ઇત્‍યાદિ પણ ગોઠવાઇ રહ્યા છે. તા. ૩જી માર્ચે બપોરે ર થી૩ સુધી જગતમંદિરમાં ફુલડોલ ઉત્‍સવ મનાવવામાં આવનાર છે. (તસ્‍વીર : દિપેશ સામાણી, દ્વારકા)

(11:30 AM IST)