News of Friday, 27th February 2026
દ્વારકાધીશ જગતમંદિર ૩ માર્ચે પૂનમ તથા ફૂલડોલ ઉત્સવ
ગ્રહણ મોક્ષ બાદ ચંદ્રોદય થનાર હોય બપોરે ર થી ૩ સુધી ફુલડોલ ઉત્સવ : શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ર૭ : આગામી તા. ૦૩.૦૩.ર૦ર૬ ને મંગળવારના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ હોય આમ છતાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત યાત્રાધામ દ્વારકામાં ગ્રહણ મોક્ષ બાદ ચંદ્રોદય થનાર હોય ગ્રહણ પાળવાનું થતું ન હોય જગતમંદિરમાં શ્રીજીના દર્શન ક્રમ - ફુલડોલ ઉત્સવ અંગે જરુરી ફેરફાર નોંધાયો છે. યાત્રાધામ દ્વારકામાં સાંજે ૬:૪૭ કલાકે ગ્રહણ મોક્ષ બાદ ૬:પ૯ કલાકે ચંદ્રોદય થનાર હોય દર વર્ષની જેમ બપોરે ફુલડોલ ઉત્સવ ઉજવાશે. મંદિર વહીવટદારની યાદીમાં જણાવ્યાનુસાર પૂનમ-ફુલડોલ ઉત્સવના તહેવારોને અનુલક્ષીને ૩જી માર્ચે મંગળા આરતી સવારે ૬ કલાકે, શ્રીજીની અભિષેક પૂજા (દર્શન બંધ) સવારે ૮ થી ૯ સુધી, શૃંગાર આરતી સવારે ૧૦:૪પ કલાકે તેમજ બપોરે ૧ વાગ્યે અનોસર (મંદિર બંધ) થશે બપોરે ર કલાકે ફુલડોલ ઉત્સવ, આરતી અને ર થી ૩ સુધી ફુલડોલ ઉત્સવ ઉજવાશે. બપોરે ૩ થી પ સુધી મંદિર બંધ રહ્યા બાદ સાંજે ૪ થી પ કલાકે શ્રીજીના ઉત્થાપન દર્શન થશે તેમજ સાંજનો અન્ય ક્રમ નિત્યક્રમ અનુસાર યોજાશે. (તસ્વીર : દિપેશ સામાણી, દ્વારકા)
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
