તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Friday, 27th February 2026
લીંબડી પાસે કાર આઇસરમાં ઘુસી જતા જામનગરના વેપારીનું મોત
એક વ્યકિતને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા

લીંબડી તા.૨૭: રાજકોટ- અમદાવાદ હાઇ-વે ઉપર સર્જાયેલ અકસ્માતમાં જામનગરના વેપારીનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ લીંબડી હાઇ-વે ઉપર જમના હોટલ પાસે આગળ જઇ રહેલા આઇસર પાછળ જામનગરના ક્રેપના વેપારી આશિષભાઇ રઘુભાઇ ગઢા અને ભાવેશભાઇ ભરતભાઇ સરવૈયા કીયા ગાડી અથડાઇ હતી.
જેમાં આશિષ રઘુભાઇ ગઢાનું મોત થયુ હતુ. જયારે ભાવેશભાઇ સરવૈયાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતા. લીંબડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
