<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

સાસુની જીયારતમાંથી પરત ફરી રહેલા કાલાવડના ઇકબાલભાઇ સોરાનું વાહન અકસ્‍માતમાં મોત

મછલીવાડ પાસે બાઇક સાથે બાઇક અથડાતાં બનાવઃ રાજકોટમાં મૃત્‍યુ થયું: પરિવારજનોમાં માતમ

રાજકોટ તા. ૨૭: કાલાવડના મછલીવાડ પાસે બે બાઇક વચ્‍ચે અકસ્‍માત સર્જાતા કાલાવડ રહેતાં પ્રોૈઢનું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે. તેઓ જામજોધપુર તરફ પોતાના સાસુનું અવસાન થયું હોઇ તેમની જીયારતમાં હાજરી આપવા ગયા હતાં. ત્‍યાંથી પરત આવતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ કાલાવડ રહેતાં  ઇકબાલભાઇ આમદભાઇ સોરા (ઉ.વ.૫૦) સાંજે આઠેક વાગ્‍યે બાઇક હંકારીને કાલાવડ તરફ આવતાં હતાં ત્‍યારે મછલીવાડ ગામ પાસે પહોંચતા તેના બાઇક સાથે બીજુ બાઇક અથડાતાં પોતે રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થતાં કાલાવડ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સવારે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કાલાવડ પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર ઇકબાલભાઇ સોરા ગાડીમાં માલ ચડાવવા, ઉતારવાની મજૂરી કરતાં હતાં. તે પાંચ ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. ઇકબાલભાઇના સાસુ ખતુબેન જે જામજોધપુરના લુહારપર ગામે રહે છે તે જન્‍નતનશીન થયા હોઇ અને ગઇકાલે સાંજે તેમની જીયારત હોઇ ઇકબાલભાઇ તેમાં હાજરી આપવા ગયા હતાં. ત્‍યાંથી પરત ફરતી વખતે આ અકસ્‍માત નડયો હતો. બનવાને પગલે સોરા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો

 

(12:02 PM IST)