<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

વિરપુર પાસે SMC ઍ ૫૧.૯૦ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે પ શખ્સોને ઝડપી લીધા

તસ્વીરમાં પકડાયેલ પ શખ્સો અને દારૂનો જથ્થો નજરે પડે છે. (તસ્વીરઃ કિશન મોરબીયા વિરપુર)(૨.૧૦)

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા.૨૭ઃ જેતપુર તાલુકાના વિરપુર પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનટરિંગ સેલ (SMC)ઍ પીઠડીયા ટોલ પ્લાઝા પાસે ‘રનિંગ રેડ’ દરમ્યાન બટેકાની આડમાં છુપાવીને લઇ જવાતો ૫૧.૯૦ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે પ શખ્સોને ઝડપી લીધા હતા.

SMCની  ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીઠડિયા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન ઍક ટ્રકમાં બટેકાની બોરીઓની નીચે છુપાવેલી અલગ-અલગ બ્રાન્ડની IMFL (ઇન્ડિયન મેડ ફોરેન લિકર) ની કુલ ૨૫,૯૨૦ બોટલો મળી આવી હતી. જ કરાયેલા દારૂની અંદાજિત કિંમત રૂ. ૫૧,૯૦,૨૪૦ હોવાનું જાણવા મળ્યું છે. આ દારૂ ચંડીગઢ અને પંજાબની ડિસ્ટિલરીઓમાં ઉત્પાદિત થયેલો હતો.

પોલીસે સ્થળ પરથી આરોપી નૌશાદ ઇશાકખાન (રાજસ્થાન), ખાલિન ખુશીદખાન (હરિયાણા), હર્ષવર્ધન શિવરાજસિંહ શેખાવત (કચ્છ), મનીષ દેવિલાલ પારગી (કચ્છ) તથા નરેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો જાડેજા (રાજકોટ)ની દારૂ ઉપરોકત ૩૨ લાખના ર વાહનો અને પ મોબાઇલ મળી કુલ ૮૬.૩૩ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો ચંડીગઢથી સપ્લાય કરવામાં આવ્યો હતો. આ રેકેટમાં મુખ્ય સપ્લાયર અને લિસ્ટેડ બુટલેગર શિવરાજસિંહ મદનસિંહ શેખાવત (કચ્છ/ચંડીગઢ), ટ્રક માલિક મોહમ્મદ ઝફર જબ્બાર અને જેતપુરના ઍક અજાણ્યા રિસીવર સહિત ૩ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. SMC ના PSIઍસ. વી. ગલચર અને તેમની ટીમે પ્રોહિબિશન ઍક્ટ અને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(2:24 PM IST)