<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

સતત ૭૦ માં વર્ષે જામનગરમાં ભોઈ સમાજ દ્વારા રિલાયન્‍સ પ્રાયોજીત રાજ્‍યની સૌથી વિરાટ હોળી

૩૦૦થી વધુ સ્‍થળે થશે હોલિકા દહનઃ સતત ૭૦ માં વર્ષે ભોઈ સમાજ દ્વારા રાજ્‍યની સૌથી વિરાટ હોળી સોમવારે પ્રગટાવાશે

જામનગર, તા.૨૭: છોટીકાશીથી પ્રચલિત જામનગરમાં હોળી - ધૂળેટીનાં પર્વને લઇને હોળીનાં તથા ધૂળેટી પર રંગોત્‍સવનાં વિવિધ કાર્યક્રમોનાં આયોજકો તૈયારીઓમાં વ્‍યસ્‍ત બન્‍યા છે.૩ માર્ચે મંગળવારે પૂનમનાં ચંદ્રગ્રહણ સહિતની બાબતોને કારણે આ વર્ષે પૂનમની પૂર્વ સંધ્‍યાએ ૨ માર્ચનાં હોળી પ્રગટાવવામાં આવશે. શહેરમાં લગભગ ૩૦૦ થી વધુ સ્‍થળોએ પરંપરાગત રીતે હોલિકા દહન થશે. જેમાં ખાસ કરીને શાક માર્કેટ વિસ્‍તારમાં ભોઈ સમાજ દ્વારા સતત ૭૦ માં વર્ષે રાજ્‍યની સૌથી વિરાટ હોળીનાં દહનનો કાર્યક્રમ યોજાશે. રિલાયન્‍સનાં ધનરાજભાઈ નથવાણી આ આયોજનનાં મુખ્‍ય પ્રાયોજક તરીકે જોડાયા છે. સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્‍યો દિવ્‍યેશભાઇ અકબરી અને રિવાબા જાડેજા સહિતનાં સત્તાધીશો અને મહાનુભાવો અતિથી થશે

(1:49 PM IST)