<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

કચ્છના ભચાઉ તાલુકાના આધોઇ ગામે યુધ્ધે ચડેલા આખલાઓની હડફેટે વૃદ્ધ ઇજાગ્રસ્ત ; જુઓ વિડીયો

રખડતા ઢોર નો આતંક જોવા મળતા આધોઇ અને શાહુનગર વિસ્તારમાં ભયનો માહોલ : સમગ્ર ઘટના CCTV માં કેદ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : કચ્છના ભચાઉ તાલુકાના આધોઇ ગામે રખડતા ઢોર નો આતંક જોવા મળ્યો છે.યુધ્ધે ચડેલા આખલાઓની હડફેટે વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા છે.

દુકાન બહાર બેઠેલા વૃદ્ધને હડફેટે લીધા હતા.વૃદ્ધ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે.આધોઇ અને શાહુનગર  વિસ્તારમાં ભયનો માહોલ છે.સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે

(2:50 PM IST)