હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 27th February 2026
ગોંડલ ભાજપ પરીવાર દ્વારા વિધાનસભાની શુભેચ્છા મુલાકાત લેવાઇ
ધારાસભ્ય ગીતાબા જાડેજાએ સત્ર ની કાર્યવાહી અંગે માહિતગાર કર્યા:

( ભાવેશ ભોજાણી દ્વારા ) ગોંડલ: ગાંધીનગર ખાતે ચાલી રહેલા વિધાનસભા સત્ર દરમ્યાન ગોંડલ શહેર ભાજપ પરિવાર દ્વારા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા સાથે વિધાનસભા ગૃહમાં શુભેચ્છા મુલાકાત કરી હતી.
મુલાકાત દરમિયાન શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, મહામંત્રી જેકીભાઈ પરમાર, રસીકભાઇ વિરડીયા, મનહરસિહ રાણા,મોહીતભાઇ પાંભર,પારસભાઇ રૈયાણી, રાહુલભાઈ ડાભી,સચિનભાઈ વ્યાસ, લખનભાઇ કોટડીયા, વિશ્ર્વરાજસિહ જાડેજા,કાર્તિકભાઇ સાવલીયા ઉપસ્થિત રહ્યા હતા.આ વેળા ગીતાબા જાડેજાએ તમામ ને વિધાનસભા સત્ર ની કાર્યવાહી અંગે માહિતગાર કર્યા હતાં.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
