<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

નાયબ કલેકટર સાહેબે કરેલ હુકમ સામે કલેકટર સમક્ષ થયેલ રીવીઝન અરજી નામંજૂર કરતા મોરબી કલેકટર

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના ગામ વિરવાવની કિંમતી જમીનમાં

રાજકોટઃ આ કેશની સમગ્ર વિગત  ૧ એવી છે કે,મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના વિરવાવ ગામના રેવન્‍યુ સર્વે નં.-૨૩૭/પૈકી ૨ ની જમીન હેકટર ૨૪-૫૩-૯૮ ચો.મી. જમીને શ્રી પરેશભાઈ દેવજીભાઈ પટેલ વિગેરેના નામે ખાતા નં.-૧૦૦૨ થી આવેલ છે.જે જમીન તેઓએ રજીસ્‍ટર દસ્‍તાવેજથી ખરીદ કરેલ છે. તથા વિરવાવ ગામના રેવન્‍યુ સર્વે નં.-૨૩૭/પૈકી ૨ પૈકી ૧ ની જમીન હેકટર ૦-૯૯-૧૫ ચો.મી. જમીન શ્રી હેંમતભાઈ મોહનભાઈ પટેલના નામે ખાતા નં.-૬૪૭ થી આવેલ છે. જે જમીન તેઓએ રજીસ્‍ટર દસ્‍તાવેજથી ખરીદ કરેલ છે. ત્‍યારથી તેમની માલીકી તથા કબજા ભોગવટાની આવેલ છે.

 પરંતુ આ કામે મુળ વેચાણ આપનારના કહેવાતા વારસદારો તરીકે દર્શાવી (૧) જાડેજા હંસાબા વા./ઓ. જયેન્‍દ્રસિંહ મનુભા (૨)જાડેજા ગાયત્રીબા ડો./ઓ.જયેન્‍દ્રસિંહ મનુભાએ સર્વે નં.-૨૩૭ ની જમીન જયા૨ે મુળ ખાતા નં.-૨૩૭ થી ચાલતી હતી ત્‍યારે તે જમીનના હકકપત્રક નં.-૬ માં વારસાઈ નોંધ નં.-૩૭૪૯, તા.૨૬/૧૦/૨૦૦૬ ના રોજ દાખલ થઈ પ્રમાણીત કરવામાં આવેલ હતી જે નોંધને આશરે ૧૯ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયેલ હોવા છતા કાયદાનો ગેરલાભ લેવા અને રૂપિયા પડાવવાના આશયથી આ કામના અરજદારોએ નાયબ કલેકટર સમક્ષ આર.ટી.એસ. -ડી/મરબ/૮૯/૨૦૨૪ થી અપીલ દાખલ કરી આ વારસાઈ નોંધ ચેલેન્‍ઝ કરેલ હોય અને વારસદાર તરીકે તેમનો હકક હોય તેવી ખોટી અને બનાવટી તેમજ ઉપજાવી કાઢેલી કાયદા વિરૂધ્‍ધની રજુઆત કરેલ હતી પરંતુ આ કામે નાયબ કલેકટર સાહેબે ઉપરોકત અરજદારોની અપીલ અરજી સમય -મર્યાદાના સ્‍ટેજ નામંજુર કરી આપેલ હતી અને આ કામના સામાવાળા શ્રી પરેશભાઈ દેવજીભાઈ પટેલ વિગેરેએ દસ્‍તાવેજથી ખરીદ કરેલ જમીન અંગેની તેની દલીલ, રજુઆત અને પુરાવા માન્‍ય રાખેલ અને તેમની તરફેલમાં હુકમ કરેલ હતો. પરંતુ આ કામે અરજદારોની પોતાના વારસાઈ હકક અંગે - હકકપત્રકમાં દાખલ થયેલ નોંધ સામેની અપીલ અરજી નામંજુર થતા તેઓએ મોરબીના  કલેકટરશ્રીની કોર્ટમાં રીવીઝન અરજી નં.-આરઆરટી/રીવીઝન/મરબ/૩૯/૨૦૨૫ થી દાખલ કરેલ જેમાં અરજદાર દ્વારા ડીલે અંગે નાયબ કલેકટરશ્રી તરફથી કરવામાં આવેલ હુકમ રદ કરી આ મેટર મેરીટ ઉપર સાંભળવામાં આવે અને કેસ-રીમાન્‍ડ કરવામાં તેવી કલેકટર સમક્ષ રીવીઝનમાં દાદ માંગવામાં આવેલ હોય જે ઉપરોકત કામે કેસમાં સામાવાળાઓના વકીલ દ્વારા કાયદાકીય રીતે અને

 ડીલેકોન્‍ડોનેશન કરવા સામે કાયદાકીય તેમજ અન્‍ય કોર્ટના ચુકાદાઓના આધારે ધારદાર દલીલ તથા રજુઆત કરેલ હોય જે નામદાર કલેકટર દ્વારા સામાવાળાની દલીલ તથા રજુઆત મંજુર રાખી અરજદારની રીવીઝન અરજી નામંજુર કરી નાયબ કલેકટરશ્રી રાજકોટ, પ્રાંત-૨ નો ચુકાદો કાયમ રાખી અરજદારોનો આ જમીન ખોટી રીતે પચાવી પાડવાનો કારસો નિષ્‍ફળ કરેલ છે અને વધુ એક કાયદાકીય ઝટકો આપેલ હતો.

આ કામે સામાવાળાના એડવોકેટ તરીકે ભાવેશ રંગાણી, વિશાલ ગીણોયા તથા ઈશાન ભટ્ટ રોકાયેલ હતા.

(3:23 PM IST)