હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમા દિવ્ય રંગોત્સવ : નાસિક ઢોલના તાલે ભક્તિ રંગે દાદાના સંગે દાદાના દરબારમાં હોળી-ધુળેટી પર્વનું ભવ્ય આયોજન : 7 પ્રકારના 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો હનુમાનજીદાદાને અર્પણ કરાશે : 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરાશે
પ.પૂ. શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પ.પૂ. કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ તા.૩ માર્ચના રોજ ભવ્ય આયોજન : મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે : 100 રિબિન બ્લાસ્ટ અને રંગીન ફાયરવર્ક્સ કરવામાં આવશે : 10000 ફુગ્ગા છોડવામાં આવશે

રાજકોટ તા.૨૭ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં પ.પૂ. શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પ.પૂ. કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 03 માર્ચે 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો (ગુલાબી, લાલ, પીળો, નારંગી) દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે.
પ.પૂ. શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના સાંનિધ્યમાં અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી સહિત સંતો અને દેશ દુનિયાથી પધારેલા લાખોની સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના રંગે રંગાશે. આજે સવારે શણગાર આરતી બાદ ફુલડોલોત્સવમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવશે. આ પછી સંતોને રંગ લાગાવીને ભક્તોની સાથે રંગોત્સવ ઉજવવામાં આવશે.
કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યું કે, આ જીવનનો અલૌકિક લ્હાવો છે ભક્તિના રંગે રંગાવાનો. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદ-કિલ્લોલ કરશે. રંગોત્સવમાં રાજ્યના લાખો ભક્તો આવશે. મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે રંગબેરંગી કાપડનું ડેકોરેશન કરવામાં આવ્યું છે.
રંગોત્સવના આકર્ષણ
• હોળી-ધૂળેટીના દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પંચરંગી વાઘા-રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવશે.
• મંગળા આરતી ૫ :૩૦ કલાકે અને શણગાર આરતી સવારે ૭:૦૦ કલાકે કરવામાં આવશે.
• સવારે ૦૭:૩૦થી ૧૧ કલાક દરમિયાન મંદિરના પરિસરમાં જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને ભક્તો એકસાથે દાદાના રંગે રંગાશે..
• ૭ પ્રકારના ૫૧ હજાર કિલો ઓર્ગેનિક રંગો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને અર્પણ કરાશે.
• મંદિર પરિસરમાં ૭૦ થી ૮૦ફૂટ ઊંચા કલરના ૫૦૦ બ્લાસ્ટ કરાશે, તો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાશે.
• આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી- સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાશે.
• શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવશે.
* ૧૦૦ રિબિન બ્લાસ્ટ અને રંગીન ફાયરવર્ક્સ કરવામાં આવશે.
* ૧૦,૦૦૦ ફુગ્ગા છોડવામાં આવશે.
* દેશના અનેક ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા આવશે.
• શ્રી કષ્ટભંજનદેવદાદાના આ ભવ્ય રંગોત્સવમાં પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડવામાં આવશે.
• હોળી (પૂર્ણિમા) ના પરમ પવિત્ર અવસર પર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરને ફુલોથી પરિસરને કલરફુલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યુ છે.
• ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના ભક્તો યુવાનો - યુવતીઓ, ભાઈઓ - બહેનો, નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાત ભરમાંથી એવમ્ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદા સંગે - સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે આવશે. તેમજ હનુમાનજી ચાલીસાનો પાઠ કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
