<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

કચ્‍છના મુન્‍દ્રાની જ્‍વેલર્સ લૂંટ અને ગોળીબારના ચકચારી બનાવના ત્રણ વોન્‍ટેડ આરોપીઓ ઝડપાયા

પશ્‍ચિમ કચ્‍છ એલસીબી, એસઓજી પોલીસની ટીમનું ૧૪ દિવસ ઓપરેશન, જોખમ સાથે વેશ બદલી કુખ્‍યાત આરોપી સહિત ત્રણ ગુનેગારોને ઝડપ્‍યા, હજી એક આરોપી ફરાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૮: કચ્‍છના મુન્‍દ્રામાં ગત તારીખ ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રુદ્રાક્ષ જ્‍વેલર્સની દુકાનમાં ત્રણ રાઉન્‍ડ ગોળીબાર કરી લૂંટના પ્રયાસની ઘટનાએ સમગ્ર કચ્‍છમાં ચકચાર સર્જી હતી. આ બનાવ અંગે મુન્‍દ્રા પોલીસ સ્‍ટેશનમાં વિવિધ ગંભીર કલમો તળે ગુનો નોંધાયો હતો. લૂંટની ઘટનાને અંજામ આપવાના બનાવ દરમ્‍યાન પંકજ ઉર્ફે ઢોલુ શર્મા નામનો કુખ્‍યાત ગુનેગાર દુકાનદાર સાથેની ઝપાઝપી બાદ સ્‍થાનીક લોકોના પ્રયાસથી ઝડપાયો હતો. તેની પૂછપરછ દરમ્‍યાન આ લૂંટ પ્રકરણમાં માસ્‍ટર માઈન્‍ડ એવા ભુજમાં રહેતા રાજસ્‍થાની કેટરિંગ કોન્‍ટ્રાક્‍ટર ગીતમસિંહ ઠાકુરને જીઆઈડીસી હંગામી આવાસમાંથી પોલીસે ઝડપ્‍યો હતો. જો કે લુંટમાં સામેલ અન્‍ય ૪ આરોપીઓ ફરાર હતા તેમાંથી ૩ ને ઝડપી પાડીને પશ્‍ચિમ કચ્‍છ પોલીસે આ કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આ ભેદ ઉકેલવા માટે વિવિધ ટીમ બનાવવા સાથે વિવિધ સીસીટીવી કેમેરા ચેક કરવા સાથે અલગ અલગ ટીમ બનાવી કચ્‍છ સહિત રાજ્‍ય અને રાજ્‍ય બહાર પણ બાતમીના આધારે પોલીસ ટીમ મોકલી હતી. જે સંદર્ભે ચિરાગ કોરડીયા રેન્‍જ આઇજી તથા વિકાસ સુંડાની સુચનાથી આરોપીઓને સત્‍વરે પકડી પાડવા કડક કામગીરી માટે ટીમો બનાવી હતી. જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્‍ચના PSI મહિપાલસિંહ શીણોલ અને એસ.ઓ.જી.ના PI એ.ડી.પરમારના નેતળત્‍વ હેઠળ વિશેષ ટીમો બનાવવામાં આવી હતી સાથે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્‍ટેલિજન્‍સના આધારે આરોપીઓ રાજસ્‍થાન, ઉત્તર પ્રદેશ અને મધ્‍યપ્રદેશમાં છુપાયા હોવાની માહિતી મળતા ત્‍યા પણ ટીમો મોકલાઇ હતી. જેમાં ટીમ દ્વારા ૧૪ દિવસ સુધી સતત સુરત તેમજ ઉત્તર પ્રદેશના આગ્રા, અલીગઢ, મથુરા, વળંદાવન, ફતેહાબાદ અને રાજસ્‍થાનના ધોલપુર, ભરતપુર, બાડીપ્રબસેડી તથા મધ્‍યપ્રદેશના મુરેનાપ્રભિંડ અને ચંબલ વિસ્‍તારમાં તપાસ કરી હતી. આ માટે પોલીસે રીક્ષાચાલક, શાકભાજી વેચનાર અને ગુર્જર સમાજની વેશભૂષા ધારણ કરી ગુપ્ત ઓપરેશન ચલાવ્‍યું હતુ અને સ્‍થાનીક પોલીસની મદદ લઈ ત્રણ આરોપીઓને અલગ-અલગ રાજ્‍યમાંથી ઝડપી લીધા હતા જે પૈકી કેટલાક ગંભીર ગુન્‍હામાં સામેલ છે. પોલીસે તપાસ દરમ્‍યાન રાજસ્‍થાનના ધોલપુર જિલ્લાના બાડી શહેરમાંથી સતીષ સોરણસિંગ શિકરવાલ, ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના ફતેહાબાદ વિસ્‍તારમાંથી રાજેશ ઉર્ફે પટેલ (મોટુ) નરેશભાઇ ગુર્જર અને આગ્રા જિલ્લાના જાગનેર વિસ્‍તારથી યુસુફ ઉર્ફે ટલ્લે શરીફ ખાનને ઝડપી પાડ્‍યો હતો. સ્‍થાનિક પોલીસ તથા ધોલપુર એસપીના સહકારથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્‍યા હતા. ધોલપુર એસપી પ?મિ કચ્‍છ પોલીસવડાના બેચમેટ હોવાથી સહકાર આપી મદદમાં જોડાયા હતા. પોલીસે આ ત્રણે ગુનેગારો પાસેથી બે દેશી કટ્ટા બે જીવંત કારતૂસ સહિતનો મુદ્દામાલ પણ કબ્‍જે કર્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી લૂંટનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત આપી હતી. જેના રીમાન્‍ડ મેળવી વધુ તપાસ હાથ ધરાશે પોલીસની તપાસમાં સામે આવ્‍યુ છે કે લુંટના આ બનાવમાં સતીષ શિકરવાલ અને રાજેશ ગુર્જર મુખ્‍ય સુત્રધાર રહ્યા છે. જ્‍યારે યુસુફ શરીફ ખાને આરોપીઓને આશરો આપ્‍યો હતો. આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. આ સંપુર્ણ ઓપરેશનમાં લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ, એસ.ઓ.જી.પશ્‍ચિમ કચ્‍છ અને મુંદરા પોલીસ સ્‍ટેશનના  PI એસ.એમ.રાણા તથા પોલીસ સ્‍ટાફે સંકલિત રીતે કામગીરી પાર પાડી હતી.ઝડપાયેલા આરોપીઓને વધુ પૂછપરછ અને કાનૂની કાર્યવાહી માટે લોકલ ક્રાઇમ બ્રાન્‍ચને સોપવામાં આવ્‍યા છે.અગાઉ આ મામલે પોલીસે ભુજમાં કેટરીંગ કરતા આરોપીને ઝડપી પાડ્‍યો હતો. આરોપીઓ પૈકી સતીષ સોરણસિંગ શિકરવાલ વિરુદ્ધ રાજસ્‍થાન સુરત અને મધ્‍યપ્રદેશમાં ૧૪ થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે.

(10:38 AM IST)