તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 28th February 2026
જોડીયામાં સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ૧૫મો સમુહલગ્ન મહોત્સવ યોજાયો
નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા; શિક્ષણવિદ મનોજભાઈ ચાવડિયાનું વિશેષ સન્માન

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૮: જામનગર જિલ્લાના જોડીયા ગામે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ૧૫માં સમુહલગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી નવજીવનની શરૂઆત કરી હતી. આ માંગલિક અવસરે સમગ્ર ભરવાડ સમાજ દ્વારા સમાજના રત્ન, ભાજપના વરિષ્ઠ આગેવાન અને જાણીતા શિક્ષણશાષાી શ્રી મનોજભાઈ ભગાભાઈ ચાવડિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા મનોજભાઈ ચાવડિયા આજે ૮૦ વર્ષની વયે પણ સમાજસેવા અને શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. ૧૬ સપ્ટેમ્બર ૧૯૪૬ના રોજ જન્મેલા અને ગુજરાત વિદ્યાપીઠના સંસ્કારો ધરાવતા મનોજભાઈએ પી.ટી.સી. કોલેજના આચાર્ય તરીકે વર્ષો સુધી સેવા આપી છે. તેમના કાર્યકાળ દરમિયાન ૧૮૭૦ વિદ્યાસહાયકોની અત્યંત પારદર્શક રીતે ભરતી કરવામાં આવી હતી, જ્યારે ખોટા સર્ટિફિકેટના આધારે નોકરી મેળવનાર ૮૪ શિક્ષકોને છૂટા કરવાની તેમની વહીવટી મક્કમતા આજે પણ એક મિસાલ ગણાય છે.
રાજકીય ક્ષેત્રે ભાજપના પાયાના કાર્યકર હોવા છતાં તેમની મુખ્ય ઓળખ હંમેશા એક નિષ્ઠાવાન શિક્ષણશાષાી તરીકેની રહી છે. હાલ જૈફ વયે પણ તેઓ ભરવાડ સમાજમાં વ્યસનમુક્તિ, શિક્ષણનો વ્યાપ વધારવા અને કુરિવાજો નાબૂદી માટે ૅદીવાદાંડીૅ સમાન કાર્ય કરી રહ્યા છે. આ સમુહલગ્ન પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ મનોજભાઈના સેવાકીય જીવનની સરાહના કરી હતી અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
